Blog

પરશુરામ : શસ્ત્ર તારક , શાસ્ત્ર પાલક

“હે રામ… હે રામ…! ” આ પડઘો હવામાં ફેલાવા લાગ્યો, માતા રેણુકા પોતાના પુત્રને સ્મરતી સ્મરતી “હે રામ… ક્યાં છે તું??” કરુણ આક્રંદ કરી રહી હતી.

જંગલમાં ફરતાં પુત્ર રામને માતાનો વિસ્મય અવાજ સંભળાયો, તેને આશ્રમ તરફ દોટ મૂકી.

પિતા જમદગ્નિનું ધડ જોઈને રામ જમીન પર ઢળી પડ્યાં, થોડીવાર મૂર્તિબની બેસી રહ્યા પરંતુ એ તોફાન પહેલાંની સહિષ્ણુતા હતી. લોહી ગરમ થયું આંખોમાં ક્રોધ લાલચોળ થયો, ઉભા થઈ સિંહ ગર્જના કરે એમ ત્રાડ પાડી “માતા… કોણ છે એ દુષ્ટો ? જેને મારા પિતાનો વધ કર્યો? કોણે આવું દુ:સાહસ કર્યું ? કોણે પોતાના મૃત્યુને આવકાર્યું? માતા, કોણ હતાં એ??” પહાડોમાંથી જ્વાળામુખી ફાટે તેમ રામનાં આખા શરીરમાંથી ક્રોધાગ્નિ વરસતી હતી.

” સહસ્ત્રબાહુ સહસ્ત્રાર્જુનનાં પુત્રો હતાં એ, જૂનું વેર વાળ્યું… પુત્ર” માતાનો ઉત્તર સાંભળતાં રામ ઉભા થઇ “હવે એમનાં હૈહયવંશનો અંત આવશે, સહસ્ત્રાર્જુનનું મૃત્યુ ભૂલી ગયાં કે શું? એ બ્રહ્મઘાતી નરાધમોને નહી છોડું…”.

કાળું મૃગચર્મ ધારણ કરેલું, એમનાં ખુલ્લાં કેશ હવામાં લહેરાતા હતાં. એમનો અશ્વ વાયુવેગે ગતિમાન હતો આંખોમાં હૈહયવંશનો સમૂળ નાશ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો એમના કેશ સૂર્યકિરણોની જેમ ચમકતા હતા પીઠ પર ધનુષ ને હાથમાં “પરશુ”(છત્રીસ દંડાયુધોમાંથી એક શસ્ત્ર), ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અંશાવતાર એટલે “રામ”(પરશુરામ).

“રામ” બ્રાન્ડનાં પેહલાં સ્થાપક એટલે પરશુરામ. બાળક જન્મે ત્યારે એ રામ જેવું શાંત હોય પરંતુ સમાજ એને છંછેડી એવી પરિસ્થિતિ ઉભી કરે કે રામને પરશુરામ બનવું જ પડે. રક્ષક જયારે ભક્ષક બને ત્યારે પરશુરામ અવતરે. લોકો પોતાનું કર્તવ્ય ભૂલે ત્યારે પરશુરામને હિંસા કરવી પડે. હાથમાં પરશુ ધારણ કરી લડવું એ પરશુરામનો શોખ નહિ મજબૂરી હતી. સમાજરક્ષા માટે હિંસા આવશ્યક હતી. લોકરક્ષા એ જ સમાજસુરક્ષા.

એ સમયનાં ક્ષત્રિયો પોતાનું કર્તવ્ય ભૂલ્યા એમ કહો કે ભાન ભૂલ્યા. ખુલ્લેઆમ મારપીટ, બ્રાહ્મણોની હિંસા નિંદા ને અપમાન કરે, તમોગુણી જીવન જીવે, જીવરક્ષક જ જીવભક્ષક બન્યાં પૃથ્વીનો ભાર બની ગુંડારાજ કરે. ક્ષત્રિયનાયક હૈહયવંશાધિપતિ સહસ્ત્રાર્જુન પણ એમાંથી બાકાત ન હતાં. દત્તાત્રેયને પ્રસન્ન કરી ‘યુદ્ધમાં ન હારુ, એક હજાર ભુજાબળ, બહુરૂપધારણ કરી શકું’ એવું વરદાન માંગી લીધું. નર્મદાનો પ્રવાહ રોક્યો રાવણને કેદ કર્યો. અર્જુન બેફિકર શાસન કરવા લાગ્યો. જયારે ભગવાન વરદાન આપે અથવા બન્ને હાથે આશીર્વાદ વરસાવે ત્યારે સ્વભાવમાં સરળતા રાખવી અભિમાન ન કરવું. અભિમાન જ અધોગતિનું મૂળ છે.

સહસ્ત્રાર્જુન એક વખત શિકારે નીકળ્યો. ભાગ્યવશ જમદગ્નિના આશ્રમમાં પહોંચ્યો. સહસ્ત્રાર્જુન એ સમયે જાણતો ન હતો કે અહીંયા આવવાની ભૂલ આવનારી એકવીસ પેઢીને હણશે. તેજસ્વી જમદગ્નિનું ઐશ્વર્ય જોઈ ક્ષત્રિયરાજ અંજાયો. સાદગી જોઈને હંમેશા ધનપતિઓ અંજાતા જ હોય છે. રૂપિયાથી બધું ખરીદી શકો પણ ‘સાદગી સરળતા અને ઐશ્વર્ય’ ન જ ખરીદી શકો. “સાદગી ભી એક કયામત કી અદા હોતી હૈ”

સહસ્ત્રાર્જુને પૂછ્યા વિના જમદગ્નિના આશ્રમમાંથી ‘કામધેનુહરણ’ કર્યું. જીવનની મોટી ભૂલ. ગાયચોરી કંઇકની પેઢીઓ હણી નાખે છે. પરશુરામને ખબર પડી કે સહસ્ત્રાર્જુન કામધેનુ લઈ ગયો.

શિવભગવાને આપેલ પરશુ હાથમાં લઈ અર્જુનનો પીછો કર્યો. મહેલનાં દરવાજે પહોંચે એ પેલા તો પરશુરામે આક્રમણ કર્યું. બન્ને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. પરાશુરામને રોકવા સહસ્ત્રાર્જુને પહાડો પર્વતો વૃક્ષો ઉખેડી ઉખેડીને ફેંક્યા હતા એવું ભયંકર યુદ્ધ થયું. સિંહ હાથી પર તૂટી પડે તેમ પરશુના પ્રહાર વડે સહસ્ત્રાર્જુનનું મસ્તક કપાયું. ગાયનું રક્ષણ કરી આશ્રમ પરત ફર્યા.

“બેટા.. તુમ વીર હો લેકિન તુમને પાપ કિયા હૈ, નરસંહાર વ્યર્થ કિયા, ‘ક્ષમા’ હી હમારી શોભા હૈ ઔર શ્રીહરિ ક્ષમાવાન પર તુરંત પ્રસન્ન હોતે હૈ. પ્રાયશ્ચિત કે રૂપમેં તીર્થયાત્રા કરની હોગી. વીરો કા આભૂષણ હી ક્ષમા હૈ.” જમદગ્નિએ પુત્રને ક્ષમાનાં પાઠ ભણાવ્યાં.

સહસ્ત્રાર્જુનનાં દસ હજાર પુત્રો અનાથ થયા.વર્ષો બાદ હૃદયમાં રહેલો વેરભાવ જાગ્યો. પુત્રોએ નક્કી કર્યું કે ‘પિતા સામે પિતાનું મસ્તક જ’. સારી તક જોઈ હુમલો કર્યો’ને જમદગ્નિનું સિર કાપી લઈ ગયાં. એ સમયનાં ત્રેતાયુગના ક્ષત્રીયોની આ બીજી ભૂલ. પીઠ પર ધનુષને હાથમાં પરશુ લઈ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી. મસ્તકને ફરી ધડસાથે જોડી જમદગ્નિને જીવિત કર્યા અને યજ્ઞયાગ કર્યા. “સપ્તર્ષીમાં જમદગ્નિને સ્થાન મળ્યું.”

પિતાવધને નિમિત્ત બનાવી એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયોના ત્રાસથી બચાવી. ‘પોતાનાં’ જયારે વાર કરે ત્યારે પરશુરામ બનવું પડે છે. ‘અહિંસા પરમો ધર્મ:’ એ સાચું પણ ભગવાને પરશુરામનો અવતાર ગ્રહી જરૂર હોય ત્યાં “હિંસા પરમો ધર્મ:” કરવાનું એમાં જ સમાજનું હિત છે એ સાબિત કર્યું.

પરશુરામ એ માત્ર ભુદેવોનાં જ ઇષ્ટ છે એવું નથી. ભગવાન કયારેય નાતજાતમાં બંધાતા નથી આપણી સંકુચિત બુદ્ધિ એવાં ભ્રમ રચે છે.

પરશુરામ તીર્થયાત્રાએ પાપવીસર્જન માટે નીકળે છે. એમનાં મૃત્યુનાં સમાચાર આજ સુધી કોઈએ વાંચ્યા નથી. સાત ચિરંજીવીઓમાં એક, અમર રહો. જય પરશુરામ.

ટીક ટૉક

મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો
સત્ય જ્યારે જાણશે, મારા દીવાના થઈ જશે.
(કિરણસિંહ ચૌહાણ) 

– જયદેવ પુરોહિત

સંજોગ ન્યૂઝ, અમરેલી

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Vivek padhiyar
Vivek padhiyar
2 years ago

Waah jay parshuram
Khub sundar lekh ane ema pn “bhagvan kyarey naatjaat ma bandhata nthi.” Waah

Arzoo solanki
Arzoo solanki
10 months ago

Wah…srs….
ઇશ્વર ક્યારેય નાત જાત માં બંધાતા નથી……✨

2
0
Would love your thoughts, please comment.x
()
x