Blog

ONLINE GAMES , OFLINE LIFE

માનવનો સ્વભાવ સહજ રમત પ્રિય હોય છે. રમતાં રમતાં માનવમાં રહેલાં આંતરિક મજબૂત પરિબળોનાં દર્શન થતા રહે છે. અને રમત એ પરમાત્મા સામે નિખાલતાથી પેશ થવાનો માર્ગ પણ છે, કારણ કે, આપણે જયારે રમતમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે ચોખ્ખું હૃદય અને અચિંત મન આપણને “ઓરિજનલ” બનાવે છે. અને ઈશ્વરને ઓરિજનલમાં જ રસ છે.

રમતો પણ શાસ્ત્રોની દેન છે. મહાભારત, રામાયણ કે ભાગવત કોઈપણ ગ્રંથના પન્ના ઉઘાડો રમત-ગમતના ઉદાહરણો છે. અને એમાં પણ કનૈયો જયારે યમુનામાં દડો લેવા જાય અને જે સંવાદ રચાય છે એનાથી બધા વાકેફ છીએ. “હે, જલકમલ છાંડી જાને બાળા…” પરંતુ અત્યારના કનૈયાઓ મેદાનમાં ઓછું રમે એટલે દડો યમુનામાં જતો જ નથી અને જાય તો પણ ‘દડો કાઢી લાવે ..એવા તો બાળ કેટલાં??”

બાળકોને મોબાઈલ વ્હાલો લાગે એનું એક ઠોસ પાસું એ કે એમને “મોબાઈલ ગેમ્સ” હોઠે વળગી છે. માત્ર બાળકો નહિ આપણે સહુ પણ રમતપ્રેમી છીએ. અને હોવા પણ જોઈએ. આઉટડોર ગેમ્સ તો હવે ટેલિવિઝનમાં જ જોવા મળે છે અને ઇન્ડોર ગેમ્સ પણ હવે લુપ્ત થતી જાય છે. બન્ને પ્રકારની ગેમ્સ હવે મોબાઈલમાં એક ક્લિકથી મળી રહે છે. ગેમ્સ રમવાનો અતિરેક કારકિર્દી માટે અને માનસિક શાંતિ માટે હાનિકારક છે.

ઓનલાઈન ગેમ્સ મિત્રો સાથે રમવાની અત્યારે ફેશન છે. કોલેજીયનમાં આ ફેશન જોરશોરથી ચાલે છે. અને ગેમની ઘેલછામાં “સ્ટડી” સાઈડમાં રહી જાય છે. ગેમ્સનો હેતુ દિવસમાં કલાક રમી મૂડ ફ્રેશ કરવાનો હોય પરંતુ અહીંયા તો આખો દિવસ ગેમ્સ ગેમ્સ ને ગેમ્સ રમી ઘર સાથે કોમ્યુનિકેશન કટ કરતા ગેમધેલુંડા વધી રહ્યા છે. જે આવનાર ભવિષ્યમાં લાગણીસભર વ્યવહારને હણવા તત્પર બનશે.

દર બે મહિને એક નવી ગેમ આવે છે ને કુમારીયાવને આકર્ષી સમય છીનવી જાય છે. અને ઓનલાઈન ગેમ્સને લીધે બાળકોના મૃત્યુ પણ થયા છે. પોકેમોન, બ્લુવ્હેલ જેવી ‘કિલર’ ગેમે કઈક બાળકોના ખૂન કર્યા છે. એવી જ એક ગેમ અત્યારે 2018ની નંબર વન ગેમ છે. જાણે કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ હોય એમ ગેમધેલુંડાઓ મોબાઈલમાં એકબીજાને મારવા પાછળ લાગ્યા હોય. આક્રમક વિચારોનું પોષણ કરતી એ ગેમ માનસિક સ્થિતિમાં ખલબલી ઉત્પન્ન કરે છે. અને સમાજથી અળગા થવાની પ્રક્રિયા શરૂ થાય છે.

“PUBG” આ એજ ગેમ છે જેને બધાને પાગલ કર્યા છે. ‘player unknown’s battel grounds’ આ ફુલફોર્મ રમનારને જાણ પણ નહીં હોય. આ ગેમ ‘બેટલ રોયલ’ થીમ પર છે. જેમાં મલ્ટીપ્લેયર પરસ્પર રમે છે અને વિવિધ મિશનો સોલ્વ કરે છે. આ ગેમના પ્રણેતા “BRENDAN GRRENE” છે. જે એક ફોટોગ્રાફર, ગ્રાફિક્સ માસ્ટર અને ગેમ ડિઝાઈનર છે. ગેમ વર્લ્ડમાં ત્રણ પ્રકારની ગેમ્સ વધુ પ્રચલિત રહે છે. એક સ્પોર્ટ્સ ગેમ્સ, બીજી રેસ બેઝ અને અંતિમ ફાઈટ બેઝ. અને યુવાનીયાઓમાં ફાઇટિંગ ગેમ્સનો ક્રેઝ છે. આ ગેમ પહેલા બ્રેન્ડન ગ્રીનીએ ઘણી ગેમ બનાવી છે પરંતુ લોકપ્રિયતા pubgમાં મળી.

આવી મિશન, ફાઇટિંગ, ડ્રાઇવર રેસ વેગેરે એક જ ગેમમાં હોય એને બેટલ રોયલ કેટેગરીની ગેમ કહેવામાં આવે છે. આવી બેટલ રોયલ ગેમ્સ વાઇરલ ક્યારથી થવા લાગી? તો 2012માં એક અમેરિકન ફિલ્મ આવેલું “THE HUNGER GAMES” જેના નિર્દેશક ગેરી રોસ હતા. આ મુવી Suzanne Collinsએ લખેલી નોવેલ પર બેઝ છે. ફિલ્મ અને નોવેલ બન્નેનું નામ સેમ છે. આ ફિલ્મની થીમ પરથી આવી બેટલ રોયલ ટાઈપ્સ ગેમ બને છે, pubg પણ આ પ્રકારની જ ગેમ છે. બેટલ રોયલ વર્ડ જાપાની ફિલ્મ પરથી લેવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડમાં ફ્રેબ્રુઆરી 2018માં pubg ગેમ નવી ઉપડેટ કરીને રિલીઝ કરવામાં આવી અને થોડા જ મહિનામાં મોબાઇલની નિયમિત એપ્સ બની ગઈ. આ ગેમ રમવા માટે વધુ રેમ વાળો ફોન હોવો જરૂરી છે. માટે આ ગેમને કારણે કેટલાય ગેમધેલુંડાએ નવા મોબાઇલ્સ પણ ખરીદ્યા છે. આ ગેમની ડિઝાઇનને ફાઇટિંગ ઇફેક્ટ અને મિશનની થિમમાં તૈયાર કરવામાં આવી જેથી વધુ લોકપ્રિયતા મળે. સાથે સાથે ગ્રાફિક્સ જોરદાર, લોકેશન મેપ્સ, હથિયાર-ગન્સ, મસ્ત મસ્ત ગાડીઓનું કલરફુલ કોમ્બિનેશન છે.

આ pubg ગેમને 2 જ વર્ષમાં ઘણા એવોર્ડ્સ મળી ચુક્યા છે. 50 મિલયન અપ ડાઉનલોડ્સ અને બેસ્ટ રીવ્યુ અલગ. Sxsw gaming awards 2018 પણ pubgને પ્રાપ્ત થયો છે.

“ગેમનો અતિરેક ફ્યુચર છીનવે છે અને માનસિક શક્તિને સંકુચિત બનાવે છે.” આ ગેમની સાઈડ ઇફેકટ્સ… સ્ટેટ્સમાં pubgના વીડિયો રાખી મિત્રોને ચીડવવા, મિત્રો વચ્ચે અણબનાવ, ભણવામાં મન ન લાગવું, આખો દિવસ ગેમના વિચારો, પોતાના કામમાં ગેમની અસર, વગેરે વગેરે…. અને ખાસ, આવા ગેમિયાઓ કયારેક વિચારશૂન્ય બની જતા હોય છે અને માનસિક તણાવ અનુભવે છે. “સંભલ કર ખેલો જનાબ, ગેમ જીત જાઉંગે, લેકિન ફ્યુચર કહી હાર ન જાવો.”

કાનમાં ભૂંગરા લગાવી pubg મિત્રો સાથે જાણે મહાભારતનું યુદ્ધ લડતાં હોય એમ ઓનલાઈન વાતો શરૂ હોય..”તારી પાછળ જ છે ઓલો… માર એને…., જલ્દી જલ્દી તારી ગાડી પાછળ લે…” વગેરે..વગેરે. ક્યાંક આક્રમકતાને તો નથી પોષી રહ્યા ને? ક્યાંક વર્તમાન સાથે તો ગેમ નથી રહ્યા ને? કે પછી ગેમ ને અંતિમ ધ્યેય તો નથી માની રહ્યા ને? ..

સૌથી એકાગ્ર વ્યક્તિ ગેમ રમનાર હોય છે પણ અમુક અવસ્થાએ ગેમની એકાગ્રતાને વાળવી આવશ્યક બને છે. જો એજ એકાગ્રતા જીવન લક્ષ્યમાં ટ્રાન્સફર થઈ જાય તો ગેમની તો ખબર નહિ પરંતુ જીવનમાં નિશ્ચિત જીત મળે. “સો ડાઈવર્ડ યોર ફોકસ.. એન્ડ ટેક સેફ લાઈફ…”

આપણે બાળપણમાં રમેલી રમતો રમનાર આપણે છેલ્લી પેઢી છીએ. આજથી 20 વર્ષ પછી યુવાનો કહેશે કે અમે નાના હતા ત્યારે pubg. .. બ્લુવ્હેલ..સુડોકુ..ludo… જેવી ગેમ રમીને મોટા થયા. ખેલો મગર ધ્યાન સે…

ટીક ટૉક⏳

મોબાઈલ ગેમ્સની અસર એટલી થાય કે જીવન ગેમ્સ બની જાય. અને જીવનની ગેમ્સ ઇન્સ્ટોલ થશે અન-ઇન્સ્ટોલ નહિ..

– જયદેવ પુરોહિત

ઉત્સવ પૂર્તિ, સંજોગ ન્યૂઝ
બુધવાર 26/09/2018

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x