Blog

સમય ક્યાં ? ગઈકાલ, આજ અને આવતી આજ

તમે પેલાં કઠિયારાની વાર્તા તો સાંભળી જ હશે, કે જે બુઠ્ઠી કુહાડી લઈને રોજ જંગલમાં જતો.

આખો દિવસ મહેનત કરે, તો ય માંડ થોડી ડાળીઓ કપાય! કોઈ ડાહ્યા માણસે એને કહ્યું, “ભાઈ, એક દિવસ આ કુહાડીને ધાર કાઢવામાં સમય આપ તો લાકડું સહેલાઈથી કપાશે!”

એકવાર ગુરુએ ચેલાને કહ્યું, “મારી સાથે ધ્યાન કરવા બેસ. તારું ચિત્ત એકાગ્ર થશે તો બીજા કામ ઘણા સહેલાં થઈ જશે.”

શિષ્ય કહે, “ગુરુજી, અત્યારે મારી પાસે બેસવાનો સમય નથી.”

ગુરુ કહે, “ભાઈ તું કેવી વાત કરે છે? એક માણસને આંખે પાટા બાંધી દઈને જંગલમાં મોકલીએ પછી એ માણસ પણ પાટા છોડે જ નહીં તો? એ એવું કહેશે ખરો કે મને પાટા છોડવાનો સમય જ નથી? ધ્યાન ન કરવા માટે ‘સમય નથી મળતો’ એમ કહેવું એ બહાનું છે. ખરી મુશ્કેલી તો એ છે કે આપણું મન ભટકતું હોય છે.” 

ભટકતાં મનને અટકાવું જ કઠિન છે

અને અટકાવ્યા પછી જ્યાં અટક્યું છે, જે અટકેલાં વિચારે નક્કી કર્યું છે એ બધું અમલમાં મૂકવું પણ કઠિન જ. આપણે બધું સાંભળી લઈએ, સમજી લઈએ, વાંચી લઈએ, જોઈ લઈએ પરંતુ એને એટલી જ સરળતા અને સહજતાથી પામી શકતા નથી. વિચારોમાં જેટલી સરળતાથી પામ્યાં હોય એટલી જ કઠીનતા રિયલ લાઈફમાં અનુભવાય છે. આવું કેમ??? આપણી અનિયમિતતા?? એ પછી આપણી અધિરજ?? 

આપણે બધાએ પરીક્ષા આવે ત્યારે ઉજાગરા કરીને વાંચ્યું હશે. છેલ્લાં પાંચ-છ દિવસમાં લડી લઈશું આવું નક્કી કર્યું હશે. અને છેલ્લે એવું નક્કી કરીએ કે, “હવે જે થવું હોય તે થાય..” આ ‘જે થવું હોય તે થાય’ એ જ આપણી અનિયમિતતા અથવા આપણું ભટકતું મન.

દુનિયામાં કોઈ વસ્તુ સરળતાથી મળતી જ નથી. કોઈ નામનાં વેચાતી નથી મળતી, અને વેચાતી મળેલી નામનાં એકદિવસ મૂળિયા સાફ કરીને જાય છે. સમયને આપણે હળવાશથી ન લઈ શકીએ, નહિ તો એ આપણને સ્થગિત કરી દેશે. જ્યાં છીએ ત્યાં જ ઊભા રાખી દેશે, અને પછી આપણે મન મનાવીને એ સ્વીકારી લઈશું. અને એક ને એક સ્થાને સ્થગિત થઈને મૌતની પ્રતીક્ષા કરીશું. 

કોઈ એક નક્કી કરેલાં સ્થાને પહોંચવું સહેલું છે. તનતોડ મહેનત કરીને પહોંચી તો જઈએ. પરંતુ પહોંચ્યાં પછી સમજાય કે હવે અહીં ટકી રહેવું, આ સ્થાન સાચવી રાખવું, આ ક્વોલિટી નિરંતર રાખવી કઠિન છે.

હવે જ સાચી લડાઈ શરૂ થાય છે. પછી જ જરૂર પડે છે “સમયની…” “સમય નિયમિતતાની…”

આ ભટકતાં મનને અટકાવા અને જે મેળવવા આપણે સતત વિચારતાં રહીએ છીએ, એ મેળવવા ત્રણ બેઝિક સ્ટેપ ફોલો કરવા જોઈએ.

faithfaith

Faith, Love and Work (શ્રદ્ધા, પ્રેમ અને કાર્ય)

પહેલાં તો દૃઢ વિશ્વાસ રાખો તમારા વિચારો પર, તમે નક્કી કરેલાં સિદ્ધાંતો પર. વિશ્વાસ વિના કઈ મેળવી શકાતું નથી. ભલે વાર લાગે, કદાચ ધાર્યા કરતાં મોડો પહોંચીશ. પરંતુ એક દિવસ હું જરૂર પહોંચીશ. આ વિશ્વાસ હોવો જ જોઈએ. જો વિશ્વાસ હશે ને તો લાંબી સફર ખેડયાંનો થાક નહીં અનુભવાય. અને સફર કર્યાનો રાજીપો પણ થશે. 

પછી છે Love. પ્રેમ કરો. પોતાનામાં બદલાવ લાવનાર વિચારોને ચાહો. તમારા કામને અનહદ ચાહો. એટલી હદે પ્રેમ કરો કે, આસપાસનાં લોકો એની મજાક ઉડાવે તો પણ તમને કશો ફરક જ ન પડે. પ્રેમ કરતાં હોઈએ એટલે આસપાસ ”મોગેમ્બો” હોવાના જ. માટે આપણે જે કાર્ય કરી રહ્યાં છીએ એ કાર્યને ચાહો.

પ્રેમ હશે તો જ સંતોષ મળશે. બાકી, બે જ દિવસમાં કંટાળી જશો. જ્યાં મન નથી લાગતું ત્યાં પ્રેમ પણ નથી થતો. અથવા જ્યાં પ્રેમ ન હોય ત્યાં મન કઈ રીતે લાગી શકે??

અને છેલ્લે work. કાર્ય એટલે એક દિવસ, બે દિવસ નહીં પરંતુ દરરોજ. અને કાર્ય કરવાની શરૂઆત કરો એટલે હજાર વિઘ્નો આવવાના જ. અને વિધ્નોની શરૂઆત મનથી જ થશે. “યાર, સમય નથી મળતો….” આ આપણાં મનનું ‘મનગમતું’ બહાનું છે.

પરંતુ આપણે એ કેમ ભૂલી જઈએ કે, જો કુહાડીની ધાર નહીં કાઢીએ તો લાકડું કંઈ રીતે કપાશે. કાર્ય તમે મનફાવે ત્યારે અને આડેધડ કરશો તો વિશ્વાસ પણ જતો રહેશે અને લગાવ પણ છૂ થઈ જશે. એને નિયમિત સમય આપવો જ પડશે. જો સાચે જ નક્કી કરેલ સપનાઓને પામવા હોય તો, ક્યાંક ગમતી જગ્યાએ પહોંચવું હોય તો….!! આ બેઝિક સ્ટેપ મૃત્યુ પર્યંત ફોલો કરવા જ પડે, જો આપણને મન ગમતું જીવન જીવવું હોય તો…!!

બાકી, સમય બધાને મળે છે પરંતુ બહુ ઓછા લોકો સમયને સાચવે છે.. અને એને મિત્ર બનાવી લે છે. સમય આપવો એટલે દરરોજ સમય આપવો…!!

આવતીકાલ માટે નહી પરંતુ આવતી આજ માટે તૈયાર રહો…!!

ટીક ટૉક

Your daily life is your future.

- જયદેવ પુરોહિત jp

24/06/2020
સંજોગ ન્યૂઝ,અમરેલી
3.8 8 votes
Article Rating
Subscribe
Notify of
guest
7 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Pramod solanki
Pramod solanki
1 year ago

વાહ ખૂબ સરસ

Shilu parmar
Shilu parmar
1 year ago

Very Nice….

Chandni shilu
Chandni shilu
1 year ago

👌👌👌👌👌true , always mast

VIVEKKUMAR PRAVINCHANDRA PADHIYAR
VIVEKKUMAR PRAVINCHANDRA PADHIYAR
1 year ago

હા, આવતી આજ માટે જ તૈયાર રહીશું

7
0
Would love your thoughts, please comment.x
()
x