જયારે યુદ્ધ મંદગતિએ લડાતું હોય છે ત્યારે કંટાળો આવવો સ્વાભાવિક છે.
ધીમી ગતિ ધૈર્ય માગે છે. મનને મનાવવું અઘરું છે.
જયારે કંટાળો આપણાં પર હાવી થઈ જાય ત્યારે આપણું મન બહાના શોધે.
દેશની અર્થવ્યવસ્થા, ગરીબી, લોકોનું જીવન વગેરે મુદ્દાઓ ઉછાડી વિરોધ કરવો સરળ બને છે.
અને એવા બે-ત્રણ નેગેટિવ વિચારો આપણા વ્હોટ્સએપમાં શેર કરીએ એટલે સમયજતાં નેગેટિવિટીને પાંખો ફૂટે.
અને દેશમાં એક એવો વર્ગ ઊભો થાય જે આ લૉકડાઉન તોડવા તૈયાર થઈ જાય.
સો વાતની એક વાત. આપણું જીવતું રહેવું અને આપણી આસપાસના લોકોનું નિરોગી રહેવું જ કોઈપણ દેશની પ્રથમ આવશ્યકતા હોય છે.
દરેક ઘર અત્યારે સરહદ પર લડતાં સૈનિકો જ છે. આપણે કયારેય એકલાં નહોતા અને હોઈશું પણ નહીં. બસ, વાત છે ધૈર્યની… રાહ જોવાની…
મોદીજીએ પણ આજે એ જ વાતનો અહેસાસ કરાવ્યો. અંધકાર ગમે તેટલો ઘાટો કેમ ન હોય.
પણ એક નાનો અમથો પ્રકાશિત દિવો પણ તેમને ભગાડવા સક્ષમ છે.
માટે ઘરમાં બેઠેલાં આપણે બધા પ્રકાશિત સૂર્યો જ છીએ. બસ, આપણે અનુભવતાં નથી એટલે આ લૉકડાઉન બાબતે એટલાં ગંભીર નથી.
આપણે એકે હજારા છીએ
એક વખત નિરાંતે બેસીને આ દરિયાના તોફાનમાંથી પોતાની જાતને કિનારે લઈ, કોઈ એક ઉચ્ચા ડુંગર પર બેસી, નીચે નજર કરી, આખા ભારતનો નકશો નીચે જમીન પર ચિતરજો, વિચારોમાં કલ્પ જો. પછી આપણને સમજાય જશે કે આ મહામારી ખરેખર શક્તિશાળી છે.
અને આપણે પણ એમનો સામનો કરવા સક્ષમ છીએ. દેશને આપણી જરૂર છે. અને આપણને આ દેશની જરૂર છે.
આપણે લૉકડાઉનથી નથી હારતાં, આપણે વિચારોમાં જ હારી જઈએ છીએ માટે જ આજે મોદી આપણને પ્રોત્સાહિત કરવા આવ્યા હતાં. ઘરમાં ન રહેવાનાં હજારો બહાના આપણે શોધી લઈશું.
કારણ કે, છટકબારીની હજારો બારી હોય… ‘ પરંતુ ઘરમાં રહેવું જ છે’ એનું એક કારણ શોધવામાં આપણું મન થાકી જાય છે.
‘ધીરજના ફળ મીઠાં’ આ કહેવતનો હાથ પકડીને જ આપણે હમણાં એક-બે મહિના ચાલવાનું જ છે. બીજો કોઈ ઉપાય નથી…
દૂર રહો ભાઈ, દૂર રહો
તો, આવો આપણી આસપાસ માત્રને માત્ર પોઝિટિવ વાતો જ થાય. એવું વાતાવરણ ઉભું કર્યે. અને ખાસ લોકોમાં ઉત્સાહ વધે એવી જ પોસ્ટ શેર કરીએ…
હતાશાને ન અપનાવો, હતાશા પ્રાણઘાતક છે
નથી ચડતી પ્રથમવારે કિડી પણ દીવાલો પર.. (જયદેવ)
- જયદેવ પુરોહિત વાગી તો ગયું હવે જાગી પણ જઈએ…
Sachi vat chhe.. dhiraj thi j kaam levu pdse
👌👌👏👏👏
👌👍
Thank you