Blog

સમાજને જરૂર છે એક મહાદેવની…

શિવ કહો કે શંકર. છે કલ્યાણકારી. જયારે જયારે જીવસૃષ્ટિના પગે દોરડાં બંધાયા છે ત્યારે ત્યારે ભગવાન શંકરે ઝેર પી ને સમાજને અમૃત પીવડાવ્યું છે. ભ્રષ્ટાચારના સખત વિરોધી, અન્યાયી જનોના ન્યાયાધીશ, અપમાનિત કરવાવાળા માટે રૌદ્ર, કામદેવને શાંત કરનાર અને પ્રેમથી જીતી શકાય એવા “‘જેવા સાથે તેવા મહાદેવ…’

આધુનિક સમાજને મહાદેવની આવશ્યકતા છે. જે લોકો “લાઈફ ડેવલોપમેન્ટ કે લાઈફ મેનેજમેન્ટ”ના નામે કલાસીસ ચલાવે છે. એ બધાએ ભગવાન શંકરને પહેલા સમજવા જોઈએ. ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ એટલે અન્યોનું કલ્યાણ. જે પરોપકારને આત્મસાત કરી શકે છે એ જ હૃદયમાં મહાદેવને ધારણ કરી શકે છે.

 

भगवान शिव ने कहा–’अपने आराध्य की स्तुति अपने श्रम से प्राप्त पदार्थ से करनी चाहिए। चोरी के पुष्पों से की गयी मेरी अर्चना मुझे पसन्द नहीं आती है। तुम्हारे द्वारा की गयी यह स्तुति सिद्धस्तुति हो गई है। इससे जो मेरा स्तवन करेगा, वह मुझे प्रिय होगा।’

મહાદેવને એકદમ પ્યોર, રિયલ, ઓરિઝનલ વ્યક્તિત્વ જ પસંદ છે. ભેળસેળને તો ભસ્મ જ કરે.

જીવન એ સમુદ્રમંથન છે. હર ક્ષણે ઝેર પીવાની તૈયારીમાં રહેવું એજ શિવ-ભક્તિ. પુષ્પદંત નામના ગંધર્વએ શંકર ભગવાનને મનાવવા “શિવ મહિમ્ન સ્તોત્ર” રચ્યું. એમાં શંકર ભગવાનના વિવિધ ભાવોને સુંદર રીતે પ્રસ્તુત કર્યા છે. થોડા અંશોને શિવરાત્રી નિમિત્તે જીવનમાં આત્મસાત કરીએ…

 

 

हे त्रिपुरारि ! दशमुख रावण तीनों भुवनों का निष्कंटक राज्य प्राप्त करके भी अपनी भुजाओं की युद्ध करने की खुजलाहट न मिटा सका। हे प्रभु ! रावण ने भक्तिवश अपने ही शीश को काट-काट कर आपके चरणकमलों में अर्पित कर दिया, ये उसी भक्ति का प्रभाव था।।

શ્રદ્ધા એજ સત્ય છે જેમાં સ્વ-સમર્પણ છે. જયારે પણ મહાદેવ કે અન્ય કોઈ ઇષ્ટના દર્શને જાઉં ત્યારે જ્ઞાન, વિદ્વત્તા, બુદ્ધિ, ધન વગેરે પગરખાં ઉતારીને જ અંદર પ્રવેશ કરવો. જ્યાં શુદ્ધ હૃદયની આવશ્યકતા હોય ત્યાં દિમાગી ચાતુર્યનો નિષેધ કરવામાં જ કલ્યાણ છે.

 

 

हे जगदीश ! कामदेव के वार से कभी कोई भी नहीं बच सका चाहे वो मनुष्य हों, देव या दानव हो। पर जब कामदेव ने आपकी शक्ति समझे बिना आपकी ओर अपने पुष्पबाण को साधा तो आपने उसे तत्क्षण ही भस्म कर दिया। श्रेष्ठजनों (जितेन्द्रियों) का अपमान कल्याणकारी नहीं होता है।।

અપમાન કરવાનો અધિકાર આપણને આપ્યો જ કોને?? કોઈએ નહિ. કોઈના વખાણ ન કરી શકો તો વાંધો નહીં પરંતુ અપમાન તો ન જ કરવું જોઈએ. સામેવાળાનું અપમાન કરી આપણે પોતાની જ વેલ્યુ ડાઉન કરતા હોઈએ છીએ. સમાજે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું અપમાન સહન પણ ન કરવું જોઈએ. શબ્દોને કાબુમાં રાખવા એ પણ શિવ-અભિષેક છે.

 

हे स्वामिन् ! एक बार ब्रह्मा अपनी पुत्री पर ही मोहित हो गये। जब उनकी पुत्री लज्जा से हिरनी बनकर भागी तो कामातुर ब्रह्मा भी हिरन बनकर उसका पीछा करने लगे। हे शंकर ! तब आपने शिकारी बनकर हाथ में धनुष लेकर बाण चला दिया। स्वर्ग में जाने पर भी ब्रह्मा आपके बाण से भयभीत हो रहे हैं। (ब्रह्मा लज्जित होकर मृगशिरा नक्षत्र हो गए तो रुद्र का बाण आर्द्रा नक्षत्र होकर आज भी उनका पीछा करता है।) ।।

જીવનમાં એક જ સફળતા મેળવવાની હોય છે એ છે “કામ પર વિજય”. વાસનારત મન જીવને શિવથી અલગ કરે છે. કામ જીવનનો એક અભિન્ન હિસ્સો છે પરંતુ અતિશયોક્તિ રોકવી ઘટે. માટે જ મહાદેવનું એક નામ “કામનાથ” છે. દુનિયાને કલ્યાણનો પાઠ ભણાવવા શંકરે બ્રહ્માજીનો પણ પીછો કર્યો. રાજા હોય કે રંક જેના લક્ષણ કલ્યાણકારી ન હોય એને અવશ્ય દંડ મળવો જોઈએ. દંડ આપવો એ પણ ધર્મ છે.

 

 

वेद ने भी स्पष्ट किया है कि तर्क द्वारा आपको नहीं जाना जा सकता।।

हे ईश्वर ! आपकी भक्ति से क्या कुछ संभव नहीं है? अर्थात् आपके चरणों में सिर झुकाने से सबकी सब प्रकार की उन्नति होती है ।।

જીવનનો માર્ગ છે જીવથી શિવ સુધીનો. જેમની શ્રદ્ધા પ્રબળ એમના મહાદેવ સબળ. શ્રદ્ધામાં શંકા શોધનાર જ્ઞાની બની શકે શિવભક્ત નહીં.

જરૂર પડે તો તાંડવ પણ કરો… ધૈર્યની પરાકાષ્ઠા થાય તો ત્રીજી આંખ પણ ખોલો.. ડગલે-પગલે પ્રશ્ન ન કરો કયારેક ઝેર પણ પીવો… અન્યાયી સામે ચૂપ ન બેસો… કલ્યાણ થતું હોય તો વિરોધી પણ બનો… સત્યની ગંગા ધારણ કરો… પ્રેમ સામે નતમસ્તક થઈ જાઉં.. સ્વાર્થવૃત્તિ કયારેય કલ્યાણકારી ન હોય શકે માટે પરોપકારી બનો… તાર્કિક નહીં શ્રદ્ધાવાન બનો.. સમાજને જે શિવની જરૂર છે.. જે મહાદેવની જરૂર છે એ … હું જ છું… શિવોડસ્મિ ||

આત્મ-શુદ્ધિ, વિચાર-શુદ્ધિ, અને નજર-શુદ્ધિ થાય તો મહાશિવરાત્રી ઉજવાય.

લાસ્ટ વિકેટ

‘महेश से बढ़कर कोई देवता नहीं, शिव महिम्न:-स्तोत्र से बढ़कर कोई स्तोत्र नहीं है। अघोरमन्त्र से बढ़कर कोई मन्त्र नहीं है, गुरु से बढ़कर कोई तत्त्व नहीं है।’

– જયદેવ પુરોહિત

04/03/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

3
Leave a Reply

avatar
2 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
jaydev-purohitPandya kashyapAffiliateLabz Recent comment authors
  Subscribe  
newest oldest
Notify of
AffiliateLabz
Guest

Great content! Super high-quality! Keep it up! 🙂

Pandya kashyap
Guest
Pandya kashyap

nice line my friend