Covid-19: PM મોદીનું સંબોધન, દેશના લોકોને સંકલ્પ અને સંયમ રાખવા અપીલ
નવી દિલ્હી, 19 માર્ચ 2020 ગુરૂવાર
કોરોના જેવી મહામારીનો સમગ્ર દુનિયા સામનો કરી રહી છે. ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને દેશવાસીઓને સંબોધિત કર્યાં છે.
PMની દેશવાસીઓને ટકોર
– દુનિયા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે
– ભારતે કોરોના જેવી મહામારીનો સામનો કર્યો, કરવો જ પડશે.
– દેશના લોકો કોરોના મુદ્દે સાવધાની રાખી રહ્યાં છે, રાખે.
– કોરોનાને કારણે માનવજાતિ સંકટમાં
– મારે થોડા અઠવાડિયા દેશના લોકોનો સમય જોઈએ છે
– દૂધ, ખોરાક જેવી જરૂરિયાતો લોકો સુધી પહોંચતી જ રહેશે
–
– વૈજ્ઞાનિકો હજી કોરોનાની રસી શોધી શક્યા નથી
– કેન્દ્ર સરકાર દરેક સ્થિતી પર નજર રાખી રહી છે
– સરકાર ટ્રેક રેકોર્ડ પર નજર રાખી રહી છે
– મહામારીને રોકવા લોકો સંકલ્પ લે, સંયમ રાખે, સાવચેતી દાખવે.
– સંકલ્પ અને સંયમ મહામારીને રોકવા મોટી ભૂમિકા ભજવશે
– મહામારીને ધ્યાનમાં રાખીને નાણાંમંત્રીના નેતૃત્વમાં સરકારે એક covid-19-Economic Response Task Forceનું ગઠન કરવાનો નિર્ણય કર્યો છે
– 22 માર્ચે રવિવારે, સાંજે 5 વાગ્યે આપણે પાંચ મીનીટ સુધી બાલ્કની, બારીએ ઊભા રહી લોકોનો આભાર માનીએ
– નાગરિક તરીકે આપણાં કર્તવ્યોનું પાલન કરીએ, માહામારીના સમયે તે ખુબ જરૂરી છે
– કેન્દ્ર, રાજ્ય સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરો
– દેશવાસીઓને આશ્વસ્ત કરું છું કે દેશમાં જીવનજરૂરિયાતની વસ્તુઓની કમી નહી થાય, તે માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે
દેશમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે, સરકાર તેને ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે,કેન્દ્ર સરકારનાં હુકમ બાદ ઘણી પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે.
જીવનથી મોટી જરૂરિયાત કોઈ નથી. જીવતા રહેવું એ જ પ્રથમ પ્રાથમિકતા છે.
ડરો નહીં, સાવચેત રહો.
– JP