એકતા કપૂર એટલે ઓલ-રાઉન્ડર. બધા જ વિષયો પર બેફિકર સિરિઝો બનાવે. એમાં પણ ગંદી બાત જેવી સિરિઝોના તો 4-4 ભાગ બનાવે. એમની એપ્લિકેશન ALTBALAJI પર બધું જ સરળતાથી મળી જાય. કોમેડીથી લઈ કામુકતા સુધી, તો ટ્રેજેડીથી લઈ મિસ્ટ્રી સુધી. જાણે બધા જ પ્રકારના દર્શકોને ટાર્ગેટ કરી પોતાના આંગણે આવકારતા હોય તેમ.
જન્યુઆરીમાં “CODE M” નામની 8 એપિસોડસની એક વેબ સિરીઝ આવી. એ એક એન્કાઉન્ટર કેસ છે. બેઝડ ઓન ઇન્ડિયન આર્મી. અને એ વેબ સિરીઝમાં ટીવીદુનિયાનો એક્ટ્રેકટિવ અને પોપ્યુલર ચહેરો મુખ્ય કિરદારમાં છે. લેડી ઇન્વેસ્ટિગેટર.
ટીવી દુનિયાની એક જાણીતી અભિનેત્રી એટલે જેનિફર વીંગેટ. હજી ન ઓળખ્યા હોય તો એમની ફેમસ સિરિયલ્સ તમને કહું તો, “બેહદ”, બેપનાહ અને સરસ્વતીચંદ્ર. એમ તો ઘણી ઘણી સિરિયલ્સ છે પરંતુ આ ત્રણ વખણાયેલી. હા, આ જેનિફર હવે વેબ સિરીઝની દુનિયામાં આવી ચુકી છે. અને એ પણ મુખ્ય પાત્રમાં મોનીકા મેહરા. તો વાર્તા કઈક આવી છે….
કર્નલ સૂર્યવીર એકદમ કદક સ્વભાવ અને પરફેક્શનમાં માનવાવાળા. બધાને ટ્રીટ કરે અને પગલે પગલે દેશભાવના છલકે એવું પાત્ર. હવે થોડા સમય પહેલાં એક ઈમાનદાર ઓફિસર શહીદ થયો હોય છે પરંતુ એમના માતાજીને વિશ્વાસ હોય છે કે એ કાવતરું છે. એમને મારવામાં આવ્યો છે. એટલે બન્ધ પડેલ કેસ પાછો ખૂલે. એટલે કર્નલ એ કેસ સોલ્વ કરવા મોનિકાને બોલાવે છે અને કહે છે કે, આ કેસ બહુ જ સેન્સેટિવ છે. માટે સમજી વિચારી ને આગળ વધજે. અને સામે મોનીકા પણ પરફેક્ટ. જ્યાં સુધી પ્રમાણ નહિ ત્યાં સુધી ચર્ચા જ નહિં. મેજર ગૌરવ અને મેજર શક્તિ બંને દોષી હોય એ રીતે ત્યાંથી પૂછપરછ શરૂ થાય. અને એ લોકો એક વકીલને બોલાવે મદદ માટે. એ વકીલ એટલે અંગદ. ઇન્સાઈડ એઝ વેબ સીરીઝનો લીડ અભિનેતા તનુજ વિરમાની.
ડાયરેકટર અક્ષય ચૌબેએ આ વેબ સિરીઝ દ્વારા પોતાની જબરી છાપ છોડી છે. ડાયરેક્શન મજેદાર અને આપણને પકડી રાખે સ્ટોરી સાથે એવું છે. રાજસ્થાનમાં શૂટિંગ થયું છે અને મોટા ભાગના રહસ્યો પણ ત્યાંથી જ મળે છે. એડિટિંગ લેવલ પણ હાઈ છે. મોનીકાનું પાત્ર મજેદાર લખાયું છે. એમની પર્સનલ લાઈફને પણ ન્યાય આપ્યો અને સ્ટોરી સાથે સારી કનેક્ટ કરી. અંગદ અને મોનિકાની કેમેસ્ટ્રી દર્શકોને ઝકડી રાખે છે તો સ્ટોરી ટેલિંગ રોમાંચકતા ઉમેરશે.
ઇન્ડિયન આર્મીની ઝલક અને અંદરખાને આવું પણ બનતું હશે એવા વિચારો સાથે સ્ટોરી પૂર્ણ થાય છે. ગુનેગાર કોઈ ઔર હૈ ઔર સજા કોઈ ઔર કો મિલે… બસ, આ પહેલીનો ઉકેલ જ code m. જો વેબ સિરીઝ જોવાના એડિકટ હશો તો 5 એપિસોડ્સ બાદ તમને ખબર પડી જશે કે અસલી કાતિલ કોન હૈ. બાકી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને છેલ્લે સુધી લાળ ટપકાવશે. આવી સિરિઝો જોઈએ પછી એટલો ખ્યાલ આવે કે ટીવીમાં થતી વાહવાહી બધી સાચી નથી હોતી.
આ વેબસિરિઝમાં ઘણા મુદાઓને ઉઘાડા કર્યા છે અથવા તો આવરી લીધા છે. હું અહીં લખીશ તો સ્ટોરી ચત્તી થઈ જશે. સિરીઝ જોવાલાયક છે. દર્શકોએ અને ટીકાકારોએ પણ વખાણી છે. 10 માંથી 7/8 રેન્ક સરેરાશ બધાએ આપ્યા છે. જો કેસ જોવાના શોખીન હોય, રહસ્યોમાં ચિંતિત થવાની ટેવ હોય અને ઇન્ડિયન આર્મીનો કેસ જોવાની ઈચ્છા હોય તો આ વેબ સિરીઝ જોવામાં કઈ ખોટું નહિ.
– જયદેવ પુરોહિત
14-02-2020
સંજોગ ન્યૂઝ, અમરેલી