Blog

2 મિનિટના વિડિયોઝ : ફિલ્મો સુધીની સફર…

આપણે ફિલ્મોમાં જવું હોય તો?? અથવા આપણે ફિલ્મમેકિંગમાં ઝંપલાવવું હોય તો?? આવા અનેક પ્રશ્નોનો એક જ જવાબ છે કે “વિડીયોઝ બનાવો”.
હા, આજે જ્યાં જુઓ ત્યાં વિડિયોઝ…. દરેક એપ્લિકેશન પણ વિડીયો તરફ વળી છે. યુ ટ્યુબ, ટીક ટૉક જેવા પ્લેટફોર્મ દ્વારા ઘણા લોકો સ્ટાર બની ગયા. કલાકાર બની ગયા.
એક નાની શરૂઆત આપણું ભવિષ્ય બદલી શકે છે. હવે કોઈપણ જાતની આજીજી કર્યા વિના તમે પોતાનું ટેલેન્ટ લોકો સમક્ષ રજૂ કરી શકો છો. કોઈ સામે હાથ જોડવાની જરૂર નથી. બસ, તમને જે ગમતું હોય એ ટોપિક વિડીયો બનાવો અને વિડિયોઝ બનાવતાં જ રહો. ફિલ્મોમાં જવાની ઈચ્છા હોય તો, પહેલાં એ નક્કી કરો કે તમારે કઈ દિશામાં જવું છે. ડિરેક્શન, એક્ટિંગ, મ્યુઝિક મેકર, સિંગર, કેમેરામેન, સ્ક્રીપ્ટ રાઇટર, કોરિયોગ્રાફર, બેક ડાન્સર, કોસ્ચ્યુમસ .. અરે, અઢળક રસ્તાઓ છે. બસ, તમારામાં યોગ્યતા વિકસવી જોઈએ.
યુ ટ્યુબ, ફેસબુક, ઇન્સટા જેવા પ્લેટફોર્મ પર પોતાની એક ચેનલ બનાવો. અને એમાં વિડીયો શેર કરતાં જ રહો. 2 – 3 મિનિટના વિડીયોઝ બનાવીને પણ ઘણા સ્ટાર્સ બની ગયા છે. જો તમને એક્ટિંગ નો શોખ હોય તો.. નાની નાની વાતો પર એક્ટિંગ કરી ને વિડિયોઝ બનાવો.લોકોને શેર કરતાં જ રહો. એવું પણ બને કે શરૂઆતના વિડિયોઝ એટલા ન ચાલે. તેથી ઉદાસ થવાની જરૂર નથી. બસ, તમે વિડિયોઝ બનાવતાં જ રહો. એક સમયે તમારી પાસે 100 જેટલાં વિડિયોઝ થઈ જશે. આ 100 વિડીયોઝમાંથી એક બે વિડિયોઝ એવા હશે કે જે લોકોને બહુ જ ગમ્યાં હોય. બહુ જ વ્યુ મળ્યાં હોય. એ વિડીયો ફેલાશે..
નિયમિત મહેનત કરતા રહેશો, વિડિયોઝ બનાવતા રહેશો, એમાં વિવિધતા લાવતા રહેશો અને પોતાનું ટેલેન્ટ દેખાડતા રહેશો તો લોકોને તમારા વિડિયોઝ જોવાની લત લાગી જશે. ફેલાશે એટલે ફોલોઅર્સ વધશે. પછી એક પહેચાન બનશે એટલે એડરવટાઈઝ ને વિવિધ બ્રાન્ડ તમારી પાસસે આવશે. અને ઘણા ડાયરેક્ટરો પણ પોતાની સ્ટોરીમાં તમને ફિટ કરવા માંગશે. આ રીતે ફિલ્મો સુધી પહોંચી શકાય છે.
વિડીયો મેકિંગ દિમાગ આજના સમયમાં “કયા સે કયા બના દેતા હૈ” . યુ ટ્યૂબમાં ઘણા યુ ટ્યુબરો ફેમસ છે. ભુવન બામ, આશીષ, મુંબઈકર નિખિલ, અરે ઘણા ઘણા… એ લોકની શરૂઆત પણ સાવ સામાન્ય અને નિરાશાભરી જ હતી. વિડીયોઝમાં કવોલિટી નહિ અને ન કોઈ સારું એડિટિંગ. પરંતુ એ લોકો એ નિયમિતતા રાખી. વિડિયોઝ ચાલે કે ન ચાલે બસ, વિડિયોઝ બનાવતા રહો..
એક દિવસ એ વિડિયોઝ તમને સ્ટાર બનાવી દેશે..
– જયદેવ પુરોહિત
24-01-2020
સંજોગ ન્યૂઝ, અમરેલી
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
AffiliateLabz
1 year ago

Great content! Super high-quality! Keep it up! 🙂

2
0
Would love your thoughts, please comment.x
()
x