Blog

65 વર્ષની વૃદ્ધા પર રેપ : UNBELIEVABLE

18 વર્ષની એક છોકરી FIR લખાવવા પહોંચે, પણ શબ્દો ફ્રીજ બની ગળામાં જ અટવાય રહે. કઈ રીતે એ પોલીસને જણાવે કે ગઈ રાતે મારા પર રેપ થયો. રેપ કર્યા બાદ એ રાક્ષસે મારા ફોટોસ પણ ક્લિક કર્યા. જેમ તેમ કરી તે પોલીસને કહે છે. પરંતુ એ 18 વર્ષની મરી એલ્ડર એટલી ડરી ગઈ હોય છે કે એ રેપ હકીકત હતો કે સ્વપ્ન એજ ખબર ન રહે. આસપાસના લોકો પણ માનવા તૈયાર ન થાય. Fir કેન્સલ કરે, ફરી લખે, ફરી કેન્સલ થાય. આમ થવાથી એનાં પર પોલીસનો સમય બગાડવાનો ચાર્જ લાગે છે. અને દંડ ભરવો પડે છે. નોકરીમાંથી રજા આપી દે, ઘર બદલાવી લે. અને બસ, પોતાની સાઈકલ લઈને ફર્યા કરે. અગર બતાયે તો દર્દ બતાયે કિસકો…!!

બીજા આસપાસના શહેરોમાં પણ રેપ કેસ નોંધાય છે. બધાની તપાસ ચાલે, ત્યારે બધાને ખ્યાલ આવે છે કે, આ બધા રેપ એક જ પેટર્નથી કરવામાં આવ્યાં છે. ડિટેકટિવસ બધા સાથે મળે અને એ રેપ નરાધમીને પકડવાની રીતો શોધે. તપાસ જોરદાર ચાલે પણ હાથમાં વધુ એક રેપ કેસ જ આવે. કોઈ સબૂત કે કોઈ નિશાની મળતી નથી. નવા દિવસે નવો કેસ. રેપ…રેપ..રેપ…!!

આ સ્ટોરી છે નેટફ્લિક્સ પર 13 સપ્ટેમ્બરએ રિલીઝ થયેલી અમેરિકન વેબસિરિઝ “UNBELIEVABLE”. સત્ય ઘટના પર આધારિત છે.

“An Unbelievable Story of Rape” is a 2015 article about the Washington and Colorado serial rape cases. અમેરિકામાં આ આર્ટિકલ પર બહુ ચર્ચા થયેલી.

જેમ જેમ વેબસિરીઝ આગળ વધે તેમ કેસ વધતા જ જાય છે. હદ તો ત્યારે થાય જયારે બે વૃદ્ધ મહિલાઓ પર રેપ થાય છે. એકની ઉંમર 59 અને બીજાની ઉંમર 65. એટલે કે રેપ કરનારે દરેક ઉંમરની સ્ત્રીઓ પર રેપ કર્યો. 30 જેટલા રેપ કરે છે. અમેરિકામાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. આ વેબસિરિઝ તેનું આબેહૂબ ચિત્ર છે.

અંતે તે રેપ કરનાર પકડાય છે, બધા કારનામાં સ્વીકારી લે છે, કોર્ટમાં કાર્યવાહી શરૂ હોય છે ત્યારે 65 વર્ષની મહિલા ઉભી થાય છે ને એટલું જ પૂછે છે કે, “તે મારામાં શું જોયું?? શું જોઈને તે રેપ કર્યો??..” વેબસિરિઝ ખરેખર જોવા જેવી છે અને ખાસ અમેરિકાની અરીસા પાછળની દુનિયા પણ જાણવા મળશે. રેપ, બળાત્કાર એ માત્ર આપણી આસપાસ જ છે એવું નથી. જ્યાં જ્યાં માણસો ત્યાં ત્યાં રાક્ષસો પણ…!!

આ વેબસિરિઝ શાંત પ્રવાહમાં આગળ વધતી જાય છે. કોઈ એક્શન સીન નથી પણ દર્શકોને પકડી રાખવામાં સફળ છે. પાત્રોનો અભિનય વાર્તાને હૂબહૂ ઉપસાવવામાં પણ સફળ છે. આ વેબસિરિઝનો અંત કઈક ખાસ છે.

રેપ કરનાર જેલમાં જાય ત્યારે પોતાનો એક ઇન્ટરવ્યૂ કરે છે. એમાં એ કહે છે કે, મને કોઈ પશ્ચાતાપ નથી અને મેં પહેલી વાર રેપ કર્યો ત્યારે મને એમ હતું કે પોલીસ મારા સુધી પહોંચી જશે, પરંતુ એવું ન થયું. પછી મેં બીજો રેપ કર્યો છતાં હું આઝાદ ફરતો હતો. તેથી હું વધુ રેપ કરવા પ્રેરાતો હતો. અને દરેક વખતે પાક્કો રેપીસ્ટ બનતો જતો હતો. કોઈ સબૂત નહિ મુકવાનું… !!

જે ડિટેકટિવસ્એ મેરી એલ્ડરને જ દોષિત ગણી હતી એ ખુદ અંતે મેરી પાસે માફી માંગે છે અને દંડ રૂપે લીધેલી રકમ પણ પાછી પરત કરે છે. મેરી પણ સામે કેસ કરવા તૈયાર થઈ જાય છે કારણ કે આટલાં વર્ષોમાં મેરીને લગભગ બધું જ ગુમાવવું પડ્યું હતું. બસ, હવે વેબસિરિઝ જોવા જેવી છે અને સાચે મગજમાં ન બેસે તેવી સત્ય ઘટના માણવા જેવી છે.

“રેપ કરવામાં માત્ર 15થી 20 મિનિટ લાગે છે પરંતુ એ 20 મિનિટ છોકરીની આખી જિંદગી બરબાદ કરી નાખે છે.. ”

અજબ…અચરજ.. અને અનોખી સિરીઝ નેટફ્લિક્સ પર જોવો.. UNBELIEVABLE

– જયદેવ પુરોહિત

27/09/2018
SANJOG NEWS, AMRELI

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x