A Wednesday, સ્પેશ્યલ 26, બેબી, MS ધોની, નામ શબાના, ઐય્યારી જેવી કડક ફિલ્મો બનાવનાર નીરજ પાંડે. સસ્પેન્સ થ્રિલર એમની ઓળખ છે.
વધુ એક ધબકારા વધારી દે એવી વેબસરીઝ એમને બનાવી છે. હોટસ્ટાર VIP પર રિલીઝ થયેલ “સ્પેશ્યલ ઓપ્સ..”
આ એક espionage thriller (જાસૂસી) સ્ટોરી છે. આજકાલ આ ટાઇપની વેબસિરિઝ વધુ ચાલે છે. અને વાંચવામાં પણ જાસૂસી સ્ટોરી વધુ વંચાય રહી છે. નીરજ પાંડેએ જબરદસ્ત સિરીઝ બનાવી છે. અને એમાં પણ કે કે મેનનની એક્ટિંગ. લાજવાબ.
ભારત પર પાકિસ્તાને કરેલા બધા આતંકી હુમલાઓને આવરી લેતી આ સ્ટોરી તમને સ્ક્રીનમાં એકદમ ચીપકાવીને રાખશે.
આમ કઈ મોટા ધડાકા-ભડાકા નથી પરંતુ સ્ટોરી ટેલિંગ હાઈ લેવલનું છે. સિક્રેટ મિશન માટે ભારત દેશના ઘણા સિક્રેટ એન્જન્ટ્સ અન્ય દેશોમાં જીવ હથેળીમાં લઈને જીવતા હોય છે.
એ આપણે ફિલ્મોમાં જોઈ શકીએ. રિયલ માહિતી ઓછી મળે, કારણ કે, એ માહિતી શેર કરવાની નથી હોતી. હમણાં નેટફ્લિક્સ પર એક વિદેશી વેબસિરિઝ આવી હતી, “The Spy”. એમાં જેમ સ્ટોરી શાંત બતાવે પણ ધબકારા હાઈ થઈ જાય. બસ એવું જ અહીં..
2001માં 5 ટેરેરિસ્ટ આવે છે અને ભારતના પાર્લામેન્ટ પર હુમલો કરે છે પરંતુ મિશન સફળ થતું નથી. લગભગ બધાને ત્યાં જ ઠાર કરી દેવામાં આવે છે.
એ સમયે R&AW (रिसर्च एंड एनालिसिस विंग)માં હિંમતસિંઘ કરીને ઓફિસર હોય છે. એમનું રિસર્ચ એવું કહે છે કે, 5 નહિ આતંકીઓ 6 હતાં. પણ પુરાવા વિનાનું માને કોણ. એમની વાતને ફગાવી દેવામાં આવે. પરંતુ હિંમતસિંઘ એ છઠ્ઠા આતંકીને પકડવામાં લાગી જાય છે.
એકદમ સિક્રેટ મિશન. અને એ મિશનનો કોહલી એટલે ફારૂક અલી જે ભારતનો સ્પેશ્યલ એજન્ટ હોય છે. અને સાથે હિંમતની એક ખાસ ટીમ.. જે છુપા એજન્ટ..
એ છઠ્ઠા આતંકીને પકડવામાં વર્ષો વીતી જાય છે. એનું નામ ઇખલાક ખાન. જે UAEમાં હોય છે… હવે થાય છે મિશન શરૂ અને બીજી તરફ હિંમત સિંઘની જ પૂછપરછ. આટલા કરોડો રૂપિયાનો હિસાબ કેમ મગજમાં બેસે તેમ નથી.
આમ તો આખી સ્ટોરી એમની પૂછપરછમાં જ બતાવવામાં આવી છે. એ પકડાય છે કે નહિ, આ રીતે છૂપા મિશન સાચે જ શરૂ હોય છે?? મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, હોટલ તાજ, જેવા હુમલાઓ એક જ વ્યક્તિએ કરાવેલા??
એવા ઘણા પ્રશ્નોના જવાબ અને એ આખું ગણિત તમને આ વેબસિરીઝમાં સમજાય જશે.
8 એપિસોડની આ સિરીઝ થોડી અજીબ છે કારણ કે, દરેક એપિસોડ્સના નામ જુના ફિલ્મોના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમ કે, કાગઝ કે ફૂલ, ગાઈડ……શોલે. સ્ટોરી જોતા જશો એમ નામ પણ સમજાતા જશે.
દેશની સુરક્ષા માટે ઘણી એજન્સીઓ ગુપ્તમાં જાસૂસી કરતી હોય છે. અને ઘણા સ્પેશ્યલ એજન્ટો સર્વસ્વ છોડી દેશ માટે કામ કરતા હોય છે.
આવી વેબસિરિઝો લોકોને કહેવા માંગે છે કે, ઘણા જાસૂસી કામો તમારી સુરક્ષા માટે થતાં હોય છે. જેની આપણને જાણ પણ હોતી નથી.
એક વખત સ્ટોરી શરૂ કરી તો 8 એપિસોડ્સ પુરા કર્યે જ છૂટકો. અને આમપણ હમણાં ઘરબેઠા મોબાઈલ જ ને…
બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ સ્ટોરીનું એક પાત્ર છે. ઘણા થ્રિલર સીન છે જેથી આપણને કંટાળો ન આવે. સત્યઘટના પર આધારિત આ સિરીઝ હિટ રહેશે.
હવે જોઈ જ લો…
- જયદેવ પુરોહિત
27/03/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી