About us

This is jaydev purohit

આપ જેમનો પરિચય વાંચવા અહીં આવ્યા છો એ યુવા લેખક એટલે જયદેવ પુરોહિત.

નાની ઉંમરે આકાશમાં છલાંગ મારનાર જયદેવ પુરોહિત(25) આજે કૉલમિસ્ટ તરીકે જાણીતાં છે. એમનાં રંગબેરંગી અતરંગી સતરંગી શબ્દોની સજાવટ એમની ખાસિયત છે. આવો માણીએ એમનો પરિચય એમનાં જ સપ્તરંગી શબ્દોમાં…

“મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ એજ મારી જન્મભૂમિ(પોરબંદર), તોફાની બાળપણને ક્યારે પાંખો ફૂટી ખ્યાલ જ ન રહ્યો. ૮ માં ધોરણથી હોસ્ટેલની દુનિયામાં નવો જન્મ થયો અને સાચે જ જીવન બદલાઈ ગયું. કારણ કે એ હોસ્ટેલ એટલે “શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન – પોરબંદર”. પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં સાનિધ્યમાં ચાલતી આ સંસ્કૃત પાઠશાળાએ મને દુનિયા જોવાની નવી આંખો આપી. દસ વર્ષ સંસ્કૃત ભાષાનો આશ્રમ પદ્ધતિથી અભ્યાસ કર્યો, એ દસ વર્ષનાં શિક્ષણથી મને મારી અંદર રહેલી ક્ષમતાઓનો ઝાંખો પરિચય થયો.

સફરમાં શબ્દો સાથે ભેટો કઈ રીતે થયો અને આજે આ વેબસાઈટ સુધી સફર કઈ રીતે પહોંચી એ ખરેખર સપનાં જેવું લાગે છે. પરિવારનો પ્યાર અને મિત્રોનો ખંભો હંમેશા સાથે રહ્યો છે.

◆ એક આઈડિયા, જીસસે બની મેરી વેબસાઈટ ◆

વેબસાઈટ બનાવવાનો વિચારો મારો ન હતો. એનો સંપૂર્ણ શ્રેય “શ્રી દિવ્યેશભાઈ પટેલ”ને અર્પણ. એકવખત ફોનમાં વાત થઈ ને વેબસાઈટનો જન્મ થયો. દિવ્યેશભાઈ એટલે Limited 10 પોસ્ટ ગૃપના વિરાટ કોહલી.

“Limited 10 પોસ્ટ” આ નામથી આપ અજાણ હશો એવું બની શકે પણ હવે પરિચિત થઈ જશો અને જો એ વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ જશો તો ખરેખર એ ગૃપના ચાહક બની જશો. યે મેરા વાદા રહા…

ગુજરાતી ભાષાનાં સર્વશ્રેષ્ઠ ગ્રુપમાં જોડાવા માટે નીચેનાં નંબર પર માત્ર એક મેસેજ કરી દો એટલે આપ જોડાઈ શકશો. એ ગ્રુપમાં જોડાઈને તમે ખુદ પોતાને ધન્ય અનુભવશો… (ગૃપમાં જોડાવા માટે નંબર – 07041143511 )

સમગ્ર Limited 10 પોસ્ટ ટીમ અને ખાસ શ્રી દિવ્યેશભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.

વ્હોટ્સએપની દુનિયાનું નંબર વન પ્રતિષ્ઠિત ગૃપ એટલે LIMITED 10 પોસ્ટ. 40 જેટલા ગ્રુપ કાર્યરત છે અને ગુજરાતી ભાષાના ઉંચેરા લેખકો પણ એ ગૃપના સભ્ય છે.

અને છેલ્લે એક મજાની વાત. આ ડિજિટલ દુનિયામાં ગમે તેટલું લખીએ પણ જો એ વાંચક સુધી જ ન પહોંચે તો ? નાનકડી સ્ક્રીનની આ દુનિયામાં અજાણતા જ જઈ પહોંચ્યો એક લિમિટેડ 10 પોસ્ટ નામના વોટ્સઅપ ગ્રુપમાં. એ ગૃપનાં પ્રેમાળ મિત્રો એ મને ખૂબ સહકાર આપ્યો. હું એડમીન બન્યો અને કેવી રીતે ડિજિટલ દુનિયા ચાલે છે તેનો વાસ્તવિક પરિચય થયો. અહીંથી જ વિચાર જન્મ્યો મારા બ્લોગ માટે અને તે માટે મારા મેન્ટર બન્યા શ્રી દિવ્યેશભાઈ પટેલ. તેમના સહકારથી જન્મ થયો આ વેબ પોર્ટલનો. ગ્રુપમાં મને શ્રી મહેન્દ્રભાઈ મેરવાણા પાસેથી ઘણું શીખવા મળ્યું સાથે કૃષિતભાઈ, ભાવિનભાઈ વગેરેનો પણ સિંહ ફાળો. હું વ્યક્તિગત રીતે આગ્રહ પૂર્વક કહીશ કે આપ પણ આ ગ્રુપમાં જોડાઓ. બસ આ 07041143511 સેલ નમ્બર ઉપર વ્હોટ્સએપમાં તમારો એક મેસેજ મોકલો.

———————————–

“અરીસાને ખબર નથી હોતી કે એ કેટલો સુંદર છે.” કોઈ વ્યક્તિનું અચાનક મળવું ખરેખર ચમત્કાર હોય છે. મારા શબ્દોને કાગળ સુધી જે વ્યક્તિએ પહોંચાડ્યા છે, એ વ્યક્તિ એટલે શ્રી રવજી ગાબાણી(કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના અંગત મદદનીશ). જે પોતે લેખક છે, કવિ છે અને મારા જેવા ઘણાંના રાહદર્શક પણ છે. એમની પુસ્તકો અને એમની કવિતાઓ ઠેર ઠેર પોંખાતી રહી છે.

મારુ કલમ સુધી પહોંચવું અથવા મારું અમરેલીના પ્રખ્યાત સમાચાર પત્ર “સંજોગ ન્યૂઝ” સુધી પહોંચવું, એ માત્રને માત્ર શ્રી રવજી સાહેબની કૃપાદૃષ્ટિથી શક્ય બન્યું. આભાર કહું એનાં કરતાં એમનો ઋણી લખવું યોગ્ય લાગશે.

ખાસ આ વેબસાઈટ માટે જ્યારે મેં શ્રી રવજી સાહેબને કંઈક લખી આપવાની વિનંતી કરી ત્યારે પ્રેમાળતાથી તરત મને લખી આપ્યું… તો હવે મારુ વધુ લખવું અહીં અયોગ્ય લાગશે…. એમનાં પ્રેમળતાથી છલોછલ શબ્દોમાં લખાયેલી મારા સફરની વાતો…

——————————–

“જયદેવે મને એક વખત એની લખેલી કવિતા મોકલેલી. એને તપાસી જઈ મારો અભિપ્રાય મોકલી આપવા જ એણે મને કૃતિ મોકલેલી. મેં કૃતિ વાંચી. ફરી વાંચી. વારંવાર વાંચી. પછી મને એમાં કવિતા જેવું સાત ગાઉં છેટે પણ કઈ ન દેખાતા મેં એને ફોન કર્યો. મારું એને સ્પષ્ટ કહેવું હતું કે હું કાંઈ નિષ્ણાંત વિવેચક કે મોટો કવિ નથી. છતાં મને જે સમજ છે એ મુજબ તારી કવિતામાં મને કાંઈ કવિતા જેવું લાગતું નથી.અર્થ,ઊર્મિ કે ભાવના વિનાની એની કવિતામાં ક્યાંય ગેયતા કે છંદનું માપ પણ સચવાતું ન હોવાથી મેં એને મિત્ર ભાવે જ કવિતાથી દૂર રહેવા કહેલું. સારા સારા કાવ્યો વાંચવા, માણવા પણ સલાહ આપેલી. સાથે ઉમેરેલું પણ ખરું કે તું કવિતાનો માણસ નથી. તું ગદ્ય લખે એવી મારી સલાહ છે. તું ગદ્ય સારું લખી શકીશ.

બસ ! પછી તો એણે કવિતાને કોરાણે મૂકી ગદ્યમાં લખવાનું શરું કરી દીધું. પછી ‘હીંચકો’ શ્રેણીની એની વાર્તાઓ આવવાનું શરું થયુ.મને એની આ વાર્તાઓએ ખૂબ જ પ્રભાવિત કરેલો.જબરજસ્ત કસબથી એણે થોડા સમયમાં જ ઘણી સુંદર વાર્તાઓ આપી.જોતજોતામાં સોશિયલ મીડિયામાં એના વાચકોની સંખ્યા ખાસ્સી વધી ગઈ.કલમ ચાલતી ગઈ એમ વધું ને વધું નિખરતી ગઈ.

પછી તો પ્રિન્ટ મીડિયા માટે પણ એણે હાથ અજમાવ્યો.’ સંજોગ ન્યૂઝ’ અખબારમાં અઠવાડિયામાં ત્રણ ત્રણ કોલમ ચલાવી એણે ખાસ્સી ચર્ચા જગાવી.ધર્મ, અધ્યાત્મ, કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન, રમત જગત,ફિલ્મ અને દેશ દુનિયાની અવનવી અનેક બાબતો ઊપર એ એક જ સરખી હથોટી સાથે લખતો ગયો.ઊંડાણ અને વૈવિધ્ય એની કલમનું જમા પાસુ છે.

આજે એ પોતાની વેબસાઇટ ડેવલોપ કરી નવા પ્લેટફોર્મ પર નવી રીતે આવી ગયો છે.સાંદિપની ગુરૂકુળનો હોનહાર વિદ્યાર્થી આજે કંવાટ ખાતે શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છે.નાની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર મોટા દરજ્જાના લેખક જયદેવને એની મોટી બહેન જાગૃતિનો ટેકો અને પીઠબળ મળતા એ વધું ખીલી ઊઠયો છે.હજુ તો એણે જીવનની પચ્ચીસી પણ નથી વટાવી છતાં એની લેખનીમાં પીઢતાના દર્શન થાય છે.

ભાઈ ! જયદેવ ! ખૂબ જ નામ કમાઈ એવી શુભકામનાઓ.

– રવજી ગાબાણી

——————–

બસ, પછી આપણી મુલાકાત થઈ અને આપણે મિત્ર બની ગયાં. હા, તમે વાંચનાર પોતે અને હું જયદેવ આપણે મિત્ર બની ગયાં. ફોલો કરો, અનુસરો એ બાબતનો હું માણસ નથી. માટે જ મેં વેબસાઈટમાં ક્યાંય Follow me નું નામ જ નથી રાખ્યું. “આવો મિત્ર બનીએ” એવું સરનામું રાખ્યું છે.

તો હવે ચલો મિત્ર બની જઈએ અને આપણી મિત્રતાને કાયમ ઉજવીએ. કંઈક નવું, તાજગીભર્યું, આમ વાંચતા જ હૃદય ધબકવા લાગે એવું રંગબેરંગી લખાણ હું અહીં મુકતો રહીશ એ જવાબદારી મારી. એટલે કે મારા આર્ટિકલ્સ, નવકકથા, નવીનતાથી છલોછલ વાર્તાઓ, થોડી કવિતાઓ, મજેદાર કવોટ્સ, ફોટો સ્ટોરી, દર મહિનાનો અંક, સિનેમાની વાતો અને યાર ઘણું બધું… એટલે ઘણું ઘણું બધું. અને તમે આ લખાણના સાથીદાર બની સફરમાં સાથે સાથે ચાલશો એ જવાબદારી તમારી….

આપણું મળવું એ માત્ર મળવું ન્હોતું
હતું એ નવુંવરસ બન્ને કિનારાનું..

આ બે પંક્તિ આપણી મિત્રતાને અર્પણ…. મારા શબ્દો અને તમારો સંગાથ એટલે http://Www.jaydevpurohit.com

( youtube , Facebook , instagram , twitter બધે જ આપણે મિત્ર બનીએ અને આપણી મિત્રતાનો પરિચય દુનિયાને કરાવીએ….)

હવે આ વેબસાઈટનાં સાથીદાર તમે પણ…..

– જયદેવ પુરોહિત “મસ્ત”