વાર્ષિક પરીક્ષા બાબતે ગુજરાત સરકારનો નિર્ણય

વાર્ષિક પરીક્ષા બાબતે ગુજરાત સરકારનો નિર્ણય

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વાર્ષિક પરીક્ષા લેવી કે નહીં તે ખાનગી સ્કૂલો નક્કી કરી શકશે

કોરોના વાયરસને પગલે રાજ્યની તમામ સ્કૂલો 31મી માર્ચ સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. સ્કૂલો બંધ થતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યાનું જણાવી શાળા સંચાલક મહામંડળે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા લીધા વિના પાસ કરી આગળના વર્ગમાં મોકલી દેવા રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્ય સરકારે આજે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, જે મુજબ, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવાનું ખાનગી સ્કૂલો પર છોડ્યો છે.