હૉલીવૂડ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતમાં આ શ્લોક કર્યો ટ્વીટ

હૉલીવૂડ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતમાં આ શ્લોક કર્યો ટ્વીટ

હૉલીવૂડ સિંગર અને એક્ટ્રેસ લેડી ગાગાએ રવિવારનાં પોતાના એક ટ્વિટથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. લેડી ગાગાએ ટ્વિટર પર એક સંસ્કૃત મંત્ર લખીને પોસ્ટ કરી, જેને વાંચીને જ્યાં ભારતીય યૂઝર્સ ખુશ થઈ ગયા, તો દુનિયાનાં બાકીનાં લોકો કન્ફ્યૂઝ થઈ ગયા.

Lady Gaga

@ladygaga

Lokah Samastah Sukhino Bhavantu

127K

1:47 AM – Oct 20, 2019

જો તમને આ મંત્રનો મતલબ નથી ખબર તો ‘લોકા: સમસ્તા: સુખિનોભવંતુ:’ સંસ્કૃતનાં લોકપ્રિય મંત્રનાં કટેલાક શબ્દ છે, જે દુનિયામાં પ્રેમ અને ખુશીઓની ભાવના ફેલાવવા માટે બન્યા છે. આનો મતલબ છે કે, ‘દુનિયામાં તમામ જગ્યાએ, તમામ લોકો ખુશ અને સ્વતંત્ર રહે અને મારા જીવનનાં વિચાર, શબ્દ અને કાર્ય કોઈ પણ રીતે એ ખુશી અને એ સ્વતંત્રતામાં યોગદાન આપે.’

स्वस्तिप्रजाभ्यः परिपालयंतां न्यायेन मार्गेण महीं महीशाः ।

गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनोभवंतु ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः