અયોધ્યાના દીપોત્સવી કાર્યક્રમને મેળાનો દરજ્જો, 26મીએ 5.51 લાખ દીપ પ્રગટાવાશે

અયોધ્યાના દીપોત્સવી કાર્યક્રમને મેળાનો દરજ્જો, 26મીએ 5.51 લાખ દીપ પ્રગટાવાશે

દિવાળી નિમિત્તે અયોધ્યામાં યોજાનારા દીપોત્સવી કાર્યક્રમને ઉત્તરપ્રદેશ સરકારે મેળાનો દરજ્જો આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. અત્યાર સુધી આ કાર્યક્રમ પાછળ પર્યટનવિભાગ નાણાં ખર્ચ કરતું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર મારફતે પોતે જ નાણાં પૂરા પાડશે. આ વર્ષે યોજાનારા આ કાર્યક્રમમાં 26મી ઓક્ટોબરે 5.51 લાખ દીપ પ્રગટાવાશે. આ માટે સરકારે 133 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.