Blog

કરોડોની કમાણી છતાં ફિલ્મો ફ્લોપ

બૉલીવુડ હવે આઇપીએલ જેવું થઈ ગયું. મેદાનમાં રમવાવાળા 11 જ ખેલાડી હોય. પરંતુ આખી ટીમમાં 40 જેટલા ખેલાડીઓ હોય. કોઈને ચાન્સ મળે તો રમવા બેટ ન મળે અને કોઈને બેટ મળે તો છેલ્લી ઓવર જ હોય. પછી તો સિક્સ પર સિક્સ માર્યે જ છૂટકો….

હવે તો દર શુક્રવારે ત્રણ ત્રણ ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ આજીવન યાદ રહે એવી ફિલ્મો કેટલી?? છેલ્લા પાંચ વર્ષમાં ભાગ્યે જ દશ ફિલ્મો એવી નીકળે જેને આપણે યાદ ન કરવી પડે.. એ યાદ જ હોય.

ફિલ્મોના પ્રમોશન થાય છે પણ ફિલ્મો નથી ચાલતી. પહેલાં પ્રમોશન લિમિટેડ થતાં છતાં ફિલ્મો આજે પણ નથી ભુલાતી. કારણ કે, સ્ટોરી દમદાર અને ગીતોમાં વજન હતો. હવે તો ફિલ્મોના પ્રમોશન, ગીતનું પ્રમોશન, ફિલ્મના પોસ્ટરનું પ્રમોશન, ફિલ્મનો ફર્સ્ટ લૂક…. અરે લગભગ બધું જ બતાવી દેવામાં આવે. બિહાન્ડ સીન્સ પણ… છતાં ફિલ્મો ચાલતી નથી. જેટલા બજેટમાં ફિલ્મ બની હોય એટલાં રૂપિયા મળી જાય એટલે ફિલ્મ હિટ ન કહેવાય. બજેટથી ડબલ કમાણી થાય તો પણ હિટ ફિલ્મ એવું કેમ કહેવું?? રિવ્યુમાં તો ભોપાળું જ સંભળાય.

ફિલ્મ પહેલાં કરેલ પ્રમોશન લોકોને સિનેમા સુધી પહોંચાડી શકે છે. પછી તો ફિલ્મમાં પકડ જોઈએ. હવે દર્શકો પણ સ્માર્ટ થઈ ગયા, એક્શનના નામે ‘હવામાં ગોળી બાર’ બતાવી દેવામાં આવે તો દર્શકો પણ ફિલ્મને હવામાં જ ધક્કો લગાવી દે છે. લોકોને ફિલ્મમાં કઈક એવું જોઈએ જે હૃદય સસોરવું નીકળે.

અને હા, બે મીનીટનું ટ્રેલર જોઈને ફિલ્મ જોવા પહોંચી જવું, એવી ઉતાવળ કરવી નહિં. કેમ કે, ટ્રેલર એ રીતે એડિટ કરીને બનાવવામાં આવેલું હોય છે. પરંતુ ફિલ્મ જોઈએ તો ખ્યાલ આવે કે લો પહેલી 30 મિનિટમાં જ આખું ટ્રેલર આવી ગયું. હવે આગળ સહન કર્યે જ છૂટકો..

આ અઠવાડિયે ફિલ્મ આવ્યું “છીછોરે”. હવે સાહોની સરખામણી કરાય નહિ પરંતુ છતાં પણ લોકો છીછોરે વખાણે છે. છીછોરેના રીવ્યુ મારી યુટ્યુબ ચેનલ “jaydev purohit” પર મળશે.

(Link 👇)

Chhhichhore movie review | jaydev purohit

છીછોરે ફિલ્મ કઈક અલગ જ છે. સાદી વાર્તા પણ પ્રભાવશાળી વાર્તા. સાહો ફિલ્મનું બજેટ એટલું હતું કે આયુષમાન ખુરાનાના સાત ફિલ્મો આરામથી બની જાય. હા, એક્શન ફિલ્મનું બજેટ ઊંચું જ હોય છે. પરંતુ એવી મોટા બજેટની ફિલ્મો સ્ટોરીમાં પછડાય જાય. કલંક, રેસ 3, સાહો, ઠગ્સ ઓફ હિન્દુસ્તાની….. ગણ્યા જ કરો.

એટલે જ કહ્યું કે, અત્યારે બોલીવુડમાં રમવાવાળા 11 જેટલા જ છે. જેની ફિલ્મો લોકો પસંદ કરે, સ્ટોરી પસંદ કરે, એવી ફિલ્મો પ્રમોશન ન કરે તો પણ લોકો સુધી પહોંચી જ જાય. એક સર્વે કરશો તો ખ્યાલ આવશે કે, લો બજેટ ફિલ્મોની સ્ટોરી મજેદાર સાથે ધમાકેદાર હોય છે. ઇફેક્ટસ ઓછી પણ ઇમપેકટ દમદાર.

હવે લોકો પણ સ્માર્ટ થવા લાગ્યાં. ટ્રેલર કે પ્રમોશનની ઝાકઝમાળ જોઈને ફિલ્મો જવા ન પહોંચી જવાય એવું સમજે છે. ભાગ્યે જ એવી ફિલ્મો આવે છે જે સિનેમા હોલમાં જઈને જોવાની ઈચ્છા થાય. બાકી, મોટાભાગની ફિલ્મો મોબાઈલમાં જ જોઈ લેવાય. કેમ કે, સિનેમાહોલમાં જઈએ અને પછી એવું બોલવું પડે કે ” લ્યો… જેવા તોફાનો ઉપાડ્યા હતા તેવી તો મજા ન આવી.

ઈન શોર્ટ, ફિલ્મના પ્રમોશનના ચમકારાથી ફિલ્મ જોવા ન જવાય. મોટા બજેટની ફિલ્મોમાં ઇફેક્ટસ હશે પણ સ્ટોરી નિરાશ કરશે. હવે તો જે સ્ટોરીમાં દમ એજ ફિલ્મ લાંબા સમય સુધી યાદ રહેશે. બાકી, મોટા ભાગની ફિલ્મો તો ફિલ્મ જોતાં હોઈએ ત્યારે જ ભૂલવા જેવી.

– જયદેવ પુરોહિત

13/09/2019
SANJOG NEWS, AMRELI

Leave a Reply

avatar
  Subscribe  
Notify of