Blog

MARJAAVAAN : ડાયલોગ્સ સે હી મારોગે કયા??

પતા હૈ મરજાવા ફિલ્મકી હાઈટ ક્યાં હૈ??
ઢાઈ ઇંચ…🤣🤣

આમ તો ટ્રેલર જોયું ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ફિલ્મમાં વજન નહિ હોય. બધો વજન ડાયલોગ પર મૂકી દેવામાં આવ્યો એટલે જ આ ફિલ્મ થોડી ચાવવી પડે એવી છે. ડાયલોગ્સનો પણ અપચો થાય એ આ ફિલ્મમાં ખબર પડી. ડાયલોગ દમદાર છે પણ જે પરિસ્થિતિમાં કહેવાયા છે એ થોડી અતિશયોક્તિ છે.

ફિલ્મનાં નિર્માતા મિલાપ ઝવેરી છે. એટલે ફિલ્મ આમ તો મનોરંજનથી ભરપૂર હોય અને એમનાં ડાયલોગ્સ પણ મજેદાર મસાલેદાર હોય છે. સ્ટોરી કહેવાની સ્ટાઈલ પણ થોડી શાયરાના અંદાજમાં હોય અને મ્યુઝિક પણ કાનને વારંવાર ગમે તેવું હોય. એ બધું આ ફિલ્મમાં પણ છે છતાં ફિલ્મની બોલબાલા ન થઈ અને “બાલા” ફિલ્મ સામે ન બોલી શકી.

સિદ્ધાર્થ મલ્હોત્રાનો અભિનય ચારેકોર વખણાય રહ્યો છે અને હા એ હકદાર પણ છે. તેમનું નામ રઘુ છે ફિલ્મમાં.

રઘુ અને વિષ્ણુ(રિતેશ દેશમુખ) બંને ભાઈઓ પરંતુ રઘુ છે એ સગો ભાઈ નથી. નાનપણમાં મળેલ બાળક એટલે રઘુ. અને મોટો થઈને પિતાનો વફાદાર સિંહ. બંને ભાઈઓ વચ્ચે મોટી તિરાડ કેમ કે, નારાયણ અન્ના(બંનેના પિતા) ખુદ વધુ મહત્ત્વ રઘુને આપતાં. એટલે સ્વાભાવિક છે કે વિષ્ણુને ન જ ગમે. વિષ્ણુ એટલે છોટી હાઈટ બડી બાત. બાકી નોરાએ આઈટમ સોંગમાં જમાવટ કરાવી.

ફિલ્મ ઈન્ટરવલ સુધી મજા આવે એવું છે પરંતુ પછી સ્ટોરી ભાંગી પડે છે. બે હિરોઇન છે. એક બારમાં ડાન્સર હોય એ આરઝૂ(રકુલ પ્રીત) અને બીજી જેનાં કારણે આખું ફિલ્મ છે તે ઝોયા(તારા સુતારીયા). એમની ક્યુટનેસ એમની ખૂબસૂરતી છે. એમનો મૂંગો અભિનય પણ જાણે બોલતો હોય એવો છે. બાકી, રવિ કિશન પોલીસ ઓફિસરના રોલમાં છે. ખરેખર આ રોલમાં રવિ કિશને કેમ હા પાડી હશે એ પણ એક પ્રશ્ન છે.

ફિલ્મમાં હિન્દૂ અને મુસલમાન બંનેને દેખાડવામાં આવ્યાં છે.  એવાં નાના કિસ્સા પણ મૂક્યા જ્યાં બંને ધર્મ એકબીજાના ધર્મને મદદ કરે છે. અને બંને પર ડાયલોગનો વરસાદ કર્યો છે.  સ્ટોરી વધુ મજબૂત બની શકે એમ હતી. આમ તો આપણે સાઉથનું મુવી જોતા હોય એવું જ લાગે.

વિષ્ણુનો રોલ વિલનમાં એટલો જમાવટ નથી કરતો. સિદ્ધાર્થના લુક સામે રિતેશનો રોલ થોડો ઉતરતો લાગે. અને ડાયલોગનો વજન ઉપાડવામાં પણ રિતેશ થોડો હલકો લાગે છે આ રોલમાં.

બાકી, એક બે સોન્ગ, સુપરહિટ. અને એમાં પણ જુબિન અને અરિજિત. લોકેશન એકદમ કલરફુલ. અને બોસ, સ્લો મોશન દર ત્રણ મિનિટે. સ્લો મોશનની વચ્ચે વચ્ચે ફિલ્મ બનવવામાં આવી એવું લાગે. કોઈ સામાન્ય ગુંડાને રઘુ મારતો હોય તો પણ દમદાર ડાયલોગ અને સ્લો મોશનનો લપેડો…. ઇતના સ્લો મોશન કોન દિખાતા હૈ બે…

ઓલ અવર. મુવી એવરેજ. સંતોષકારક તો નહિ પણ હા, કંટાળાજનક પણ નહિ. જો સિદ્ધાર્થના ફેન ન હોઉં તો ટીવીમાં કે નેટમાં આવે એની રાહ જોવી. એના બદલે બાલા કે હેલારો જોઈ લેવી. બાકી ઘણા ડાયલોગ્સ ખરેખર સરસ છે.. જો કોઈ હિટ ફિલ્મમાં હોત તો આજથી 20 વર્ષ પછી પણ બોલાય શકે એવાં…

“એક રાવણ દસ સર.. એક વિષ્ણુ દસ કા અસર..”

ઔર એક સુનાઉ ક્યાં..

“મંદિર ઔર મસ્જિદ દોનો મિલેંગે,
ગુઝરેગા ઇસ દેશકી જિસ ગલી સે…મદદ મિલેંગી હર કિસી કો..

માંગો અલી સે યા બજરંગ બલી સે…”

તો, ફાઇનલી મરજાવાની વાત અહીં પુરી. મુવી એવરેજ. ફરી મળીએ એક નવી વાત સાથે…

મરજાવા જોવા ન જાવા…😂🤣

– જયદેવ પુરોહિત

2
Leave a Reply

avatar
1 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
jaydev-purohitVivek padhiyar Recent comment authors
  Subscribe  
newest oldest
Notify of
Vivek padhiyar
Guest
Vivek padhiyar

Hve to mar java baki marajava jova nai javaaa😃😃🤣