Blog

DRIVE : ઐસે મજાક તો મત કરો યાર

ચલો માની લો કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં એઝ એ મંત્રી તરીકે કામ કરો છો. તમને અચાનક એક ફોન આવે. “હેલ્લો હું પ્રાઈમ મિનિસ્ટર બોલું છું. એક કેસની તપાસ માટે હું એક માણસ તમારી ઓફિસમાં મોકલું છું….” અને જેવો ફોન પૂરો થાય કે એ માણસ તમારી ઓફિસમાં પહોંચી જાય. અને છતાં પણ તમને એક ક્ષણ પણ ડાઉટ ન થાય. અને એથી વિશેષ એ કે કોઈ પ્રાઈમ મિનિસ્ટરના નામે વાત કરી લે અને રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા નેતાઓને ખબર પણ ન પડે… ગજબ યાર… મતલબ સ્માર્ટ…સ્માર્ટ…

ફિલ્મની શરૂઆતમાં એક કાર રેસ બતાવે છે. એટલી સ્પીડ કે બાજુમાંથી કાર નીકળે તો પહેરેલાં શર્ટના બટન તૂટીને હવામાં ઉડે એટકી ઝડપથી રેસ બતાવે અને એ પણ આપણાં ભારતના ખાડાવાળા ડામર રસ્તા પર. ચલો માની પણ લઈએ કે એટલી ઝડપે રેસ થઈ શકે પરંતુ જેવી ગાડી ઊભી રહે અને અંદરથી જેકલીન ફર્નાન્ડિઝ બહાર નીકળે એટલે જાણે હમણા જ મેક અપ કરીને આવી હોય. આટલી ગાડી ચલાવી છતાં એમના ચહેરા પર રેસ કર્યાનો કોઈ ઈશારો નહિ. એકદમ ‘ટિકડે ટી’ દેવદિવાળીમાં ફોડવાનો તાજો ફટાકડો જ લાગે. મતલબ આપણને સાવ હવાઈ ગયેલાં લવિંગિયા જ સમજે છે યાર…

આવી ખૂબીથી તો આપણે સાવ અજાણ જ હતાં… વાંચો આગળ જો..

ભારતમાં ખાબોચિયાં વાળા રસ્તા પર કાર રેસ થઈ શકે એ આજે ખબર પડી… હા, ડ્રાઈવ ફિલ્મ જોઈએ ત્યારે તો ખબર પડી. અને એ પાછી નેનો કાર બંદૂકની ગોલીની જેમ દોડે, અને એવાં વળાંકો લે… એવાં વળાંક લે… કે વાત ન પૂછો. અને એ પણ આપણાં દિલ્હી શહેરના “ડામર” રોડ પર…ખરેખર ..જોક નથી કહેતો.

જે સ્પીડથી ડામર પર ગાડીઓ દોડાવી છે… બાપ રે, સરકારને આ ફિલ્મ જોઈને થઈ શકે કે આપણા રસ્તાઓ પર ફોર્મ્યુલા રેસ કર્યા જેવી ખરી.

જે નાની મોટી ચોરી કરી, લોકોનાં ઘરમાં ઘૂસી ઘરેણાંને ચોરે છે, એ લોકોને નમ્ર વિનંતી કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં ચોરી કરવા જાઉં. ત્યાં સરળતાથી તમે કરોડો ચોરી શકશો. હાશ તો, ડ્રાઈવ ફિલ્મમાં એજ તો બતાવ્યું છે. ખરેખર યાર આટલી સહજતા અને સરળતાથી ચોરી થઈ શકે છે. અને જે રીતે ચોરી કરી છે જાણે આપણને સાવ જોકર જ સમજતાં હોઈ. આ બીજું કંઈ નથી વધુ સ્માર્ટ ફિલ્મ બનાવવામાં વધુ બકવાસ બની ગ્યું.

કલાકારોમાં કોઈ કમી નહોતી. સુશાંતસિંહ રાજપૂતે હમણાં જ સુપરહિટ છીછોરે ફિલ્મ કરી. પરંતુ આ કેમ સાઈન કરી એ હવે એને પણ પ્રશ્ન થતો હશે. ચલો જેકલીનનું તો સમજ્યા કે ગ્લેમર છે એટલે ફિલ્મો મળે છે. ત્યાં એક્ટિંગ ન જોવાની હોય અને ન જોવાનું હોય એનું હિન્દી. એની ખૂબશૂરતી માણો ને મજા કરો.

પંકજ ત્રિપાઠીએ એક ઇનરવ્યૂમાં કહ્યું હતું કે, ઘણીવાર “ફિલ્મની સ્ટોરી સારી જ હોય તો પણ કામ માટે હું રોલ કરી લેતો હોઉં છુ.” બસ, આ ફિલ્મમાં એને એ જ કર્યું છે. આંખો બંધ કરીને હા પાડેલું ફિલ્મ. બોમન ઈરાની મુજબ રોલ બરાબાર હતો. ફિલ્મ જ એ ટાઈપનું છે કે અભિનય ઓછો જ કરવાનો હતો. બાકી બધું કાર રેસમાં જ આવી ગયું. નેનો કાર.. બોલો આ ઝડપે… હજી આંખો ઘુમરીએ ચડી છે.

અંતે એક તારણ નીકળી શકે કે, બધાંએ ધર્મા પ્રોડકશન સાથે કામ કરવાની તક મળી એટલે હા પાડી. કા પછી કરણ જોહરને ના ન કહી શક્યા. બાકી એકેય કલાકાર આવી બકવાસ ફિલ્મ કરવાની હા પાડે તેવા તો નથી.

તમારા બદલે મેં આ ફિલ્મ સહન કરી લીધી એટલે હવે તમે ખોટો સમય ન બગાડતાં. તમે માત્ર આ આર્ટિકલને લાઈક કરો, શેર કરો અને મારી વેબસાઈટમાં જઈ , મારા મિત્ર બની જઉ. આ ફિલ્મ તો બોગસ છે. પરંતુ આપણે આપણી ફ્રેન્ડશિપને લોન્ગ ડ્રાઈવ પર લઈ જઈએ… વેબસાઇટમાં સાવ નીચે લખેલું છે..”આવો, મિત્ર બનીએ…”

બાકી, આપણે નેનો લઈને એકવાર આટલી ઝડપથી કાર રેસમાં ભાગ તો લેવો હો….😉

– જયદેવ પુરોહિત jp

(સિનેGRaM)

Leave a Reply

avatar
  Subscribe  
Notify of