Blog

Be Best : ફૂલને સાચવો બગીચો બચી જશે

“નમસ્તે ટ્રમ્પ”ની ઝાહોજલાલી આપણે બધાએ માણી. ઘણાને આ કાર્યક્રમ ખૂચ્યો તો ઘણા ખીલ્યાં. ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં એમની પત્નિ અને એમની દીકરીની આંખે ચોંટી જાય એવી સુંદરતા પીવામાં(માણવામાં) લોકો વધુ વ્યસ્ત રહ્યા હતાં. એમના ફોલોઅર્સમાં જબરો ઉછાળો આવ્યો. ખેર, સુંદરતાને વખાણવાનો અહીં પહેલેથી જ રિવાજ છે. પ્રકૃતિપ્રિય લોકો સૌંદર્ય ન પીવે તો પીવે શું??

એ ભારત મુલાકાત દરમિયાન ટ્રમ્પ પરિવારે દિલ્હી શાળાઓની ઝાંખી પણ જોઈ હતી. ટ્રમ્પએ તો ટ્વીટ કરી વીરેન્દ્ર સહેવાગની સ્કૂલના જબરા વખાણ પણ કર્યા હતાં. તો બીજી તરફ ફર્સ્ટ લેડી ઓફ US મેલેનિયા ટ્રમ્પના સ્કૂલના બાળકો સાથેના ફોટોસ પણ બહુ શેર થયા. આ સ્કૂલ વિઝિટ કરવાનું કારણ શું?? શું આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ દેખાડવી હતી?? ના, ના, એવું જરાય નહોતું. તો શું હતું એ બધું…??

“ધી સર્વોદય સ્કૂલ ઑફ દિલ્હી” સ્કૂલની મુલાકાતે મેલેનિયા ટ્રમ્પ ગયા હતાં. ત્યાંના ફોટોસ તમે ધ્યાનથી જોયા હશે તો યાદ આવશે કે, પાછળ બોર્ડમાં એક નાનકડું સ્ટીકર ચીપકાવેલ હતું. એમાં માત્ર બે અંગ્રેજી વર્ડ જ લખ્યા હતાં. “BE BEST”.  આ Be Best લખેલ કાગળ મેલેનિયા અમેરિકાથી લાવી હતી. અને એ કાગળ માટે જ મેલેનિયા દિલ્હી સ્કૂલની મુલાકાતે પહોંચી હતી. આપણી એંજ્યુકેશન સિસ્ટમનો દેખાડો કરાવવા મેલેનિયાને આમંત્રણ નહોતું પરંતુ   મેલેનિયા ટ્રમ્પની એક પહેલને લીધે એ સ્કૂલ મુલાકાત થઈ હતી. આવો જાણીએ અને ખાસ ધ્યાનમાં રાખી અમલ કરવા જેવી છે આ Be Best ની કામગીરી…

જયારે ટ્રમ્પની સત્તા અમેરિકામાં બની. ત્યારે મેલેનિયા ટ્રમ્પએ અમેરિકાના પ્રબળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક વેબસાઇટ શરૂ કરી. એનું વેબ એટલે ” www.BeBest.gov ” . આ વેબસાઈટ શરૂ કરવાનું મુખ્ય કારણ છે વર્તમાન સમયમાં રાહ ભટકતાં યુવાનો અને બાળકો…. બાળકોનું સારું અને સ્વસ્થ વર્તમાન જ દેશનું આવનારું ભવિષ્ય નક્કી કરે છે. અને બાળકોને સ્વસ્થ વર્તમાન આપવું એ વડીલોની જવાબદારી છે. એમાંથી ભાગી ન શકીએ. અને ભાગવું પણ ન જોઈએ. “સ્વસ્થતા” શબ્દનો મેલેનિયાએ વ્યાપક અર્થ ગ્રહણ કર્યો. સ્વસ્થતા એટલે માત્ર બાહ્ય સુંદરતા કે નિરોગીપણું નહિ.

BE BEST ત્રણ સ્વસ્થતા પર હાલ કામ કરી રહ્યું છે. બાળકોની સામાજિક સ્વસ્થતા, ભાવનાત્મક સ્વસ્થતા અને શારીરિક સ્વસ્થતા. બાળકો માટે સારા ભવિષ્યના વિકલ્પો શોધવા અને બાળકોની સમસ્યાઓને સાંભળવી. સામાજિક વ્યવહાર  અને સમાજમાં પોતાનું યોગદાન આ બે બાબત બાળકોને વારસામાં મળવી જોઈએ. જે વર્તમાન સમયમાં બદલાતું જણાય છે. પરિવર્તનનો અર્થ શ્રેષ્ઠતમ થાય છે. માણસ માણસને નહિ સમજે કે નહિ સાંભળે તો પછી સમાજનની શી જરૂર!!

BE BEST will concentrate on three main pillars:

well-being,
online safety
opioid abuse

આ ત્રણ મુખ્ય સ્તંભો છે Be Best વેબસાઈટના… અને બાળકોને વર્તમાનમાં આ ત્રણ બાબતો જ વધુ ઇફેક્ટ કરી રહી છે.

Well-being

માણસાઈ, ભલાઈ, દયાળું, મદદગાર, વિનયી, વિવેકી, સંસ્કારીત વાણી, માન-સન્માન જેવા ગુણો બાળકમાં ખીલે તે માટે માતા-પિતા, શિક્ષકો, અને બધા જોડે ચર્ચા કરે છે અને પછી એમનું અમલીકરણ પણ કરે છે. એક બાળક યુવાન બનતાં બનતાં બદલાઈ જતો હોય છે. એ બદલાવ સારો હોય એવી અપેક્ષા BeBest ચાહે છે.

Online safety

સૌથી અગત્યનો પોઇન્ટ. અત્યારે ઓનલાઈન ત્રાસ એટલો વધી ગયો છે કે ઘણા એડલટ્સ બનતા પહેલા જ મરી જવાનું પસંદ કરી લે છે. આ ખરેખર ગંભીર સમસ્યા છે. કોઈપણ સાથે ચેટ કરવી, ફોટોસ શેર કરવા..વગેરે અને પછી બ્લેકમેલનો શિકાર.. એ બાબતે પણ બાળકોને સમજાવવા. સંસ્કારથી લઈ સેક્સ સુધીની અવેરનેસ યુવાનોમાં હોવી ખૂબ જરૂરી છે. અત્યારે ઓનલાઈન રાક્ષસો વધુ શક્તિશાળી બની ગયા.

opioid abuse

એટલે કે બાળકોને નશીલા પદાર્થોથી બચાવવા. ‘ડ્રગ્સની લત લાગી જવી’  આ પરેશાની બહુ વ્યાપક છે. ડ્રગ્સ એક ફેશન બની ગઈ છે. એવા કાદવમાંથી બાળકોને બહાર લાવવાની પહેલ મેલેનિયા કરી રહી છે. ભારત પણ ડ્રગ્સ બાબતે બહુ પાછળ નથી.

આ છે BeBest. ને આ કામ શરૂ કરનાર અને બાળકોની, દેશના ભવિષ્યની ચિંતા કરનાર મેલેનિયા ટ્રમ્પ આ કામ ઉત્સાહથી અને ગર્વથી કરી રહી છે. લખવા માટે ઘણું છે પરંતુ તમે જાતે એ વેબસાઈટની મુલાકાત લેશો તો ગમશે.

મોટા પદે હોય તો આવા સારા કામ કરવા પડે ભાઈ!! આવું કહેવાવાળા ઘણા છે. કામ કરવું પડે અને કામ કરે છે બંને વાત જુદી છે. એમ તો સરપંચથી લઈ નેતાઓ સુધી ઘણું બધું કામ કરવું પડે. પણ કરે છે કેટલું?? ને કરે છે કેટલાં??

ટીક ટૉક

the best that
we can be

– જયદેવ પુરોહિત

04/03/2020

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x