Blog

13 Reasons Why : મુઝે જિંદા રહેના થા

મેરે સાથ બહુત બૂરા હુઆ, લેકિન કભી મેને મરને કે બારે મેં નહિ સોચા…. મેં જિંદા રહેના ચાહતા હૂં…

13 Reasons Why નામની 2007માં એક નોવેલ લખાયેલી. Jay Asher નામના લેખકે આ નોવેલમાં યંગ જનરેશનની વાત લખી છે.  યુવાનો કોલેજ લાઈફમાં જે સારી કે ખરાબ આદતોનો સામનો કરે છે અને પછી જે પરિણામો આવે એમની આબેહૂબ વાતો છે. આ એક કાલ્પનિક સ્ટોરી છે પરંતુ દરેક કાલ્પનિક વાર્તાઓની જેમ આ સ્ટોરી પણ વર્તમાન વાસ્તવિકતાને ઉઘાડે છે. કેટલાક એવા મુદ્દા અહીં બતાવવામાં આવ્યાં છે જે વિશે સમાન્યતઃ બધા ચૂપ રહેવા માંગતા હોય છે.

આ નોવેલના નામ પરથી એ જ નામે નેટફ્લિક્સ પર વેબ સિરીઝ બની. 3 સિઝન સુપર ડુપર હિટ રહી. નેટફ્લિક્સની બેસ્ટ વેબ સિરિઝોમાં શાનથી મૂકી શકાય એવી વજનદાર સ્ટોરી છે. એક એવી વાર્તા જે આપણી આસપાસ રોજ બને છે પરંતુ કોઈને દેખાતી નથી. એ વાર્તાનો મુદ્દો એટલે શોષણ… યૌન શોષણ. ના, માત્ર આ એક જ મુદ્દો નથી આ સ્ટોરીમાં. ઘણા બધા ટોપિકને અહીં વાચા આપવામાં આવી છે.

“જો તમે યૌન શોષણ(રેપ)ના શિકાર બન્યા હોય, જો તમે એક ડ્રગ એડિકટ હોય, જો તમે એવી કોઈ ખરાબ આદતોના વ્યસની હોય તો તમારે આ વેબ સિરીઝ ન જોવી. અને જોવી હોય તો સાથે કોઈ સમજદાર મિત્રને બેસાડવો. જે તમારી સાથે ખુલ્લીને વાત કરી શકે, તમને સમજાવી શકે…. અગર કોઈ દર્દ હૈ તો ઉસકે બારે મેં ખુલ કે બોલો.. બોલને સે દર્દ કમ હોતા હૈ.. આપકો અચ્છા લગને લગતા હૈ.. ઇસી લિયે ઇન ટોપીકો પર બાતેં કરો.. અપને મિત્રોસે મિલો ઔર ખુલકર કહો…”

જયારે આ વેબ સિરિઝ સ્ટાર્ટ થાય છે ત્યારે જ આ રીતની માહિતી આપવામાં આવે છે. આ સ્ટોરી એક છોકરીની આત્મહત્યા પર આધારિત છે. જેનું નામ હેનાહ બેકર. હેનાહ બેકર એક બ્યુટીફૂલ અને નિખાલસ છોકરી હોય છે. જે કોલેજમાં એડમિશન લે છે અને એ જ કોલેજને લીધે એ આત્મહત્યા કરે છે. એમને કવિતાઓ લખવાનો શોખ. એ પોતાનું દુઃખ કવિતા દ્વારા રજૂ કરતી. હેનાહે મર્યા પહેલાં એક ઓડિયો ટેપ બનાવી હોય છે. શા માટે તે આત્મહત્યા કરે છે એમનાં વિશે બધું જ એ બોલી હોય છે. જે પેલી ટેપમાં રેકોર્ડ હોય છે. એમનાં મૃત્યુ બાદ એ ટેપ બધાને મળે છે અને વાત અદાલત સુધી પહોંચે છે.

વાત માત્ર આત્મહત્યાની નથી. વાત છે રેપની, શોષણની, ડ્રગ એડિકટની, મિત્રોની, અને લાઈફની. કોલેજની ઉંમર એટલે જે મનમાં આવ્યું એ કરી નાખવાનું. એટલે કે વિચાર્યા વિનાનું જીવન. ઠોકર વાગે પછી આંખ ખુલે એવી સ્ટોરી. લેસ્બિયન,  ગે જેવા ઘણા મુદ્દાને સારી રીતે ઉપસાવ્યા છે.

કોલેજોમાં યૌન શોષણ અને ડ્રગનું પ્રમાણ બહુ વધતું જાય છે. આપણી આસપાસની કોલેજોમાં પણ આવી સ્ટોરીઓ છુપાયેલી હશે. હેનાહ બેકર પર રેપ થયો હતો. અને એ રીતનો રેપ થયો હોય એવી એ પહેલી કે છેલ્લી છોકરી નહોતી. કોલેજમાં એ નિયમિત બનતું જતું હતું. બ્રાયસ વોકર નામનો એક સ્ટુડન્ટ જે પોતાની ટિમ સાથે આવું દુરાચાર આચરતો અને પછી ફોટો ખેંચતો. પરંતુ પૈસાના પાવરથી અને સ્ટ્રોંગ વકીલ હોવાથી કોર્ટમાં એમનું કોઈ કંઈ બગાડી શકતું નથી.  શું હેનાહ બેકર પર સાચે રેપ થયો?? શું આવા કૃત્યો માટે કોલેજને જવાબદાર ગણવી કે નહીં?? જે સત્ય થયું એને સાચું માનવું કે જે કોર્ટમાં સાબિત કરાયું એ સત્ય માનવું. સ્ટોરી ખરેખર થ્રિલર છે. જલસો પડી જશે. અને કઈક વિચારતા થઈ જશો.

3 સિઝનની આ યંગ સ્ટોરી કોલેજીયન અને માતા-પિતાએ ખાસ જોવી જોઈએ. કેમ કે, આ સ્ટોરીમાં એવી વાતો છે કે જે આપણે ઘરમાં ક્યારેય કોઈને ન જ કહીએ. અમુક ઉંમર પછી માતા-પિતા અને પુત્ર વચ્ચે માત્ર જવાબદારીનો જ સંબંધ બની જતો હોય છે. જે આપણી આસપાસ પણ થઈ રહ્યું છે. અને ખાસ કોલેજ સમયમાં યંગસ્ટર્સનો બીહેવ ઘરમાં રોજ બદલતો રહેતો હોય છે.  કોલેજમાં ચાલતી હરકતો અને પોતાના જીવનમાં ચાલતી કરામતોને સંતાડી ઘરમાં મમ્મી-પપ્પા સામે બાળકો કઈ રીતે રહેતા હોય છે એની વાતો પણ અહીં બતાવવામાં આવી છે.

આ નોવેલને ઘણા એવોર્ડ્સ મળી ચુક્યા છે અને આ સિરિઝને પણ. નેટફ્લિક્સ પર ત્રણેય સિઝન અવેલેબલ છે. માણો, જુઓ અને વિચારતા રહો..

બીજી સિઝનના અંતમાં હેનાહ બેકરના સ્ટોરમાંથી એક પત્ર મળે છે જેમાં તેને જીવવાના કારણો 11 કારણો લખ્યાં હતાં. શા માટે હું જીવી રહ્યો છું?? અને ખાસ હું કોના માટે જોવી રહ્યો છું?? આપણો જવાબ શું છે?? આપણી પાસે કેટલાં કારણો છે??

આ સિરીઝ પર હજી વિસ્તારથી વાત કરીશ. હવે ફરી વખત.

આમ, તો જ્યાં નજર કરો ત્યાંથી જીવવાનું એક કારણ નીકળે, જીવનને માણવાનું મનગમતું બહાનું નીકળે…

અંતે ફરી આર્ટિકલની શરૂઆત વાંચી લો..

– જયદેવ પુરોહિત

17/01/2020

શુક્રવાર, સંજોગ ન્યૂઝ

Novel cover page

Leave a Reply

avatar
  Subscribe  
Notify of